________________
આવા યોગવીર્ય વડે લોકમાંથી વર્ણપરિણામ યોગ્ય અનંત પ્રદેશાત્મક પુદ્ગલોને આત્મા ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે તે સ્થાનમાં તે તે વર્ણરૂપે પરિણમાવે છે, પરિણમાવીને તેનું આલંબન લે છે, આલંબન લઇને તેનું વિસર્જન કરે છે, આને જ વાણી (શબ્દ) કહેવામાં આવે છે.
વાણીનો સૃષ્ટિક્રમ અને નાદઃ ચારે પ્રકારની વાણીનું મૂળ પણ પ્રાણવૃત્તિરૂપ નાદ છે.
વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરા - એ વાણીના ચાર પ્રકાર છે.
વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરાવાણીની ઉત્પત્તિ ઉત્ક્રમથી થાય છે. અર્થાત્ ‘પરા’માંથી ‘પશ્યન્તી’, ‘પશ્યન્તી’માંથી ‘મધ્યમા’ અને ‘મધ્યમા’માંથી ‘વૈખરી'માં જતાં અષ્ટવર્ગ અને તેમાંથી સર્વ માતૃકાઓ ઉત્પન્ન થાય છે. વાણીનો આ સૃષ્ટિ (સર્જન) ક્રમ છે.
બધા વર્ણો અવિભક્તરૂપે નાદમાં વિદ્યમાન હોય છે. તેથી જ નાદને વર્ણોત્પત્તિનું મૂળ કારણ કહે છે અને કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ નાદને જ વર્ણ પણ કહેવામાં આવે છે. • સાધના-ક્રમ અને નાદ :
‘મધ્યમા'માંથી ‘પશ્યન્તી’માં અને ‘પશ્યન્તી’માંથી ‘પરા’માં પહોંચવું પડે છે. ‘વૈખરી'થી ‘પરા’ તરફની ગતિને પ્રત્યાહાર પણ કહેવામાં આવે છે.
મુખથી ઉચ્ચારણ અને કાનથી શ્રવણ થઇ શકે, તે શબ્દની ‘વૈખરી' અવસ્થા છે. શાબ્દ-જાપ વૈખરી દ્વારા થાય છે. મંત્ર-સાધનાનો પ્રારંભ વૈખરીથી જ થાય છે. તેના દીર્ઘકાલીન અભ્યાસ વડે જાપની એવી અવસ્થા પ્રાપ્ત થાય છે કે ઉચ્ચારણ વિના જ સ્વયં મંત્રનો જાપ હૃદયમાં ચાલ્યા કરે છે. તે સમયે સાધક સ્વયં મંત્રનો ધ્વનિ સાંભળી શકે છે. તેને મંત્રચૈતન્યનો પૂર્વાભ્યાસ કહી શકાય.
સામાન્ય રીતે જીવોના પ્રાણ વક્રગતિવાળા હોય છે એટલે કે ઇડા અને પિંગલા નાડીમાં વહેતા હોય છે. તે વખતે પ્રાણ અને અપાન વાયુની ગતિ વિરુદ્ધ હોય છે, પરંતુ સાધના દ્વારા જ્યારે પ્રાણ અને અપાન વાયુનું સામ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે સુપ્ત-કુંડલિની જાગૃત થવાથી પ્રાણ અને મન બંને નિર્મળ બને છે. મન અને વાયુના ઊર્ધ્વમુખી ગમનથી પ્રાણશક્તિ-કુંડલિની અનાહત નાદરૂપે ઊર્ધ્વ ગતિ કરે છે.
નાદનું અધિષ્ઠાન સુષુમ્ના છે. નાદરૂપને પ્રાપ્ત થયેલી કુંડલિનીપ્રાણશક્તિ સુષુમ્નામાં પ્રવેશી નાભિ આદિ ગ્રંથિઓને ભેદીને ઉ૫૨ જાય છે અને અંતે બ્રહ્મરંધ્રમાં લીન બને છે. આ
સાધના-ક્રમમાં શબ્દની સંહારાત્મક ગતિ છે. એટલે કે વૈખરીની પરા તરફની ગતિ છે. ‘વૈખરી’માંથી ‘મધ્યમા’માં, ધ્યાન વિચાર (સવિવેચન)
• ૧૩૧