________________
ગુણશ્રેણિ છે. જે આત્માનાં જ પરિણામ (જ્ઞાન-ક્રિયાત્મક-અધ્યવસાય) વિશેષથી થાય છે. ઉદય ક્ષણથી આરંભી પ્રતિસમય અસંખ્યગુણ અધિકાધિક કર્મદલિકોની રચના કરવી તે ‘ગુણશ્રેણિ' છે. તે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ગુણવાળા જીવો અનુક્રમે અસંખ્યગુણઅસંખ્યગુણ નિર્જરા કરે છે.
કર્મોના દલિકોનું વેદન કર્યા વિના તેની નિર્જરા થઇ શકતી નથી. જો કે સ્થિતિ અને રસનો ઘાત, વેદન વિના પણ શુભ-પરિણામ આદિ દ્વારા થઇ શકે છે, પરંતુ દલિકોની નિર્જરા વેદન વિના શક્ય નથી.
પ્રમાણ વધે તો જ શક્ય બને.
આવી ઉત્તરોત્તર વર્ધમાન કર્મની નિર્જરાને ‘ગુણશ્રેણિ’ કહે છે અને તે ત્યારે જ થાય છે. જ્યારે આત્માના ભાવો ઉત્તરોત્તર વધુને વધુ વિશુદ્ધ બનતા જાય, જીવ ઉત્તરોત્તર વિશુદ્ધ સ્થાનો ઉપર આરોહણ કરતો જાય. આ વિશુદ્ધ-સ્થાનો એ વિપુલ નિર્જરા અથવા ગુણશ્રેણિરચનાનાં કારણ હોવાથી તેને પણ ગુણશ્રેણિ કહેવાય છે.
એવી ગુણશ્રેણિના અગિયાર પ્રકાર છે. તેમાંથી નવ ગુણશ્રેણિ જ પ્રસ્તુત વિષયમાં ઉપયોગી હોવાથી તેનું ટૂંક સ્વરૂપ વિચારીશું
આમ તો જીવો પ્રતિસમય કર્મદલિકોનો અનુભવ કરે છે. એથી ભોગજન્ય નિર્જરા કે જેને સોપક્રમિક યા સવિપાક-નિર્જરા પણ કહે છે, તે પ્રતિસમય ચાલુ હોય છે; પરંતુ આ રીતની નિર્જરામાં એક તો પરિમિત કર્મદલિકોની નિર્જરા થાય છે અને બીજું ભોગજન્ય નિર્જરા પુનઃ નવા કર્મબંધનું પણ કારણ બને છે. એટલે તેનાથી કોઇ જીવ કર્મબંધનથી મુક્ત । બની શકતો નથી.
આ‘સમ્યક્ત્વ’ નામક પ્રથમ ગુણશ્રેણિ છે. આગળની અન્ય ગુણશ્રેણિઓની અપેક્ષાએ આ ગુણશ્રેણિમાં મંદ-વિશુદ્ધિ હોય છે. આથી આ ગુણશ્રેણિમાં અલ્પ-કર્મ-દલિકોની રચના હોય છે અને તેને વેદવાનો કાળ વધુ હોય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જીવ જ્યારે
કર્મ-મુક્તિ માટે તો અલ્પ-સમયમાં ઢગલાબંધ કર્મ-૫૨માણુઓનું ક્ષપણ જરૂરી
છે અને તે ઉત્તરોત્તર કર્મ-નિર્જરાનું વિરતિનું દેશથી પાલન કરે છે ત્યારે ‘દેશ
જીવ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અપૂર્વકરણ વગેરે કરતી વખતે પ્રતિસમય અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ કર્મ-નિર્જરા કરે છે તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અંતમૂહૂર્ત કાળ સુધી તે જ ક્રમ ચાલુ રહે છે.
१. गुणसेढी दलरयणाऽणुसमयमुदयादसंखगुणणाए । एवयगुणा पुण कमसो, असंखगुणनिज्जरा जीवा ॥
ધ્યાન વિચાર (સવિવેચન)
- ‘પંચમ ર્મગ્રંથ', ગાથા ૮૨
૦ ૧૨૬