________________
चंदेसु निम्मलयरा,
इच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्ध सिद्धि मम दिसंतु ॥ ७ ॥
‘અસંખ્ય ચંદ્રો કરતાં પણ અધિક નિર્મળતમ, અસંખ્ય સૂર્યો કરતાં પણ
અધિક પ્રકાશમય અને અગાધ સાગરથી પણ અધિક ગંભીર શ્રીઅરિહંત અને સિદ્ધ ભગવંતો મને પણ તેવી પ૨મજ્યોતિની સિદ્ધિ આપો.’
આ સૂત્ર, ગણધર ભગવંતકૃત હોવાથી તે અનંત અર્થ અને ગમ' યુક્ત છે. તેમાં ‘પરમજ્યોતિ'ની પ્રાપ્તિની અનેક કળાઓ, રહસ્યો ગૂઢ રીતે સમાયેલા છે. તેનો ભેદ તો તેવા પ્રકારની ઊંચી ભૂમિકાએ પહોંચેલા મહાયોગી પુરુષો જ પામી શકે. નાનું બાળક ઊંચા ઝાડને સ્પર્શી શકતું નથી, તેમ નીચલા ગુણસ્થાનકે રહેલા જીવો આ ભેદને ઊકેલી શકતા નથી.
લોગસ્સ-સૂત્રનું ધ્યાન કરનાર મુમુક્ષુ સાધક અવશ્ય તે ‘પરમજ્યોતિ’ને પ્રાપ્ત કરે છે.
‘આવશ્યક નિર્યુક્તિ’માં ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજ ફરમાવે છે કે –
જ્ઞાન તે ‘ભાવ-ઉદ્યોત' છે. જ્ઞાન આત્માનો જ મુખ્ય ગુણ હોવાથી તે જ્ઞાનનો ઉપયોગ જ્યારે આત્મા માટે જ
અર્થાત્ આત્મ-સ્વભાવના લાભ અર્થે જ થાય છે, ત્યારે જ જ્ઞાનની ભાવ ઉદ્યોતતા ચરિતાર્થ થાય છે.
ભાવ-જ્યોતિ અને ભાવ-ઉદ્યોત બંને એકાર્થક શબ્દ છે-એક જ અર્થના ઘોતક છે.
આત્મા પોતાના જ્ઞાન વડે જ્યારે પોતાને જાણે છે, અનુભવે છે, ત્યારે જ એ જ્ઞાન, જ્યોતિસ્વરૂપ બને છે.
પછી જ્યોતિસ્વરૂપ એ જ્ઞાન દ્વારા ત્રણે કાળના અને ત્રણે લોકના પદાર્થોને યથાર્થ રીતે જાણી શકાય છે. તેમાં પૂર્ણજ્ઞાની ભગવંતો કેવળજ્ઞાનરૂપી પરમજ્યોતિ વડે લોકાલોકને પ્રત્યક્ષ રીતે જાણી જોઇ શકે છે.
તીર્થંકર ભગવંતો ‘લોક ઉદ્યોતકર’ કહેવાય છે. તેઓશ્રી પોતાને પ્રગટ
પરંતુ જિનદર્શનમાં બતાવેલી સામાયિકની (ઇષ્ટ-અનિષ્ટના પ્રસંગોમાં રાગ અને દ્વેષથી પર રહી પૂર્ણ સમતાભાવમાં ઝીલવાની) સાધના વડે પરમ ઔદાસીન્યભાવને પ્રાપ્ત કરવાપૂર્વક ૧. ગમ : અર્થ જાણવાના પ્રકાર. ૨. નાળું માવુોયો, નન્હેં મળિયું સમાવવુંસૌર્દિ। तस्स उवओगकरणे, भावज्जोअं विआणाहि ॥
3. स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते ॥
- આવશ્ય નિવૃત્તિ; વ્હાયોત્સî-અધિાર; ગાથા ૨૦૭રૂ. - ‘જ્ઞાનસાર; જ્ઞાનાટ્ટ', તો. રૂ.
૧૧૮
ધ્યાન વિચાર (સવિવેચન)
•