________________
परमकला - या सुनिष्पन्नत्वादભ્યાસસ્ય સ્વયમેવ નાતિ, યથા ચતુર્વંશવિળાં મહાપ્રાળ-ધ્યાને ॥ ૬॥
અર્થ : અભ્યાસ સુનિષ્પન્ન (સિદ્ધ) થવાથી જે સમાધિ પોતાની મેળે જ જાગૃત થાય છે, તેમ જ ઊતરી જાય છે, જેમ ચૌદ પૂર્વધરોને મહાપ્રાણ-ધ્યાનમાં થાય છે તે ‘પરમ-કલા' છે.
વિવેચન : ધ્યાનના સતત અભ્યાસ દ્વારા કળા-ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત થઇ ગયા પછી જ્યારે તેનું જાગરણ તેમજ અવતરણ અન્ય કોઇની પણ સહાય વિના આપોઆપ થવા લાગે છે, ત્યારે તે કલા સર્વોચ્ચ કોટીએ પહોંચે છે.
કલા-ધ્યાન પણ સમાધિરૂપ હોવાથી દીર્ઘકાળના ધ્યાનાભ્યાસથી તે સિદ્ધ થાય છે અને તેના ફળરૂપે આ ‘પરમકલા’ રૂપ પરમ સમાધિ દશા પ્રગટે છે; તેથી ધ્યાનની એક મહાન સિદ્ધિ તરીકે તેનો નિર્દેશ અહીં કર્યો છે.
‘કલા’ પ્રાણશક્તિરૂપ છે અને ‘પરમકલા’ મહાપ્રાણ શક્તિરૂપ છે.
ચૌદ પૂર્વધર મહાયોગી ભદ્રબાહુ સ્વામીજીએ મહાપ્રાણ ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એવો ઉલ્લેખ ‘ઉત્તરાધ્યયન’ આદિ સૂત્રોની ટીકામાં જોવા મળે છે. તેઓશ્રીએ નેપાળ દેશમાં સ્થિરતા કરીને બાર વર્ષની દીર્ઘ સાધનાને અંતે આ મહાન ધ્યાનસિદ્ધિ મેળવી હતી.
આ મહાન ધ્યાન-સિદ્ધિના પ્રભાવે હજારો હાથી પ્રમાણ શાહીથી લખી શકાય એવાં વિશાળકાય ‘ચૌદ પૂર્વો’નો સ્વાધ્યાય પણ માત્ર અંતર્મુહૂર્ત - બે ઘડી જેટલા અલ્પ સમયમાં કરી શકાય તેવો અદ્ભુત ક્ષયોપશમ ઊઘડે છે, એટલું જ નહીં પણ સિદ્ધિ અને સમાધિની સર્વોચ્ચ કક્ષાઓ પણ આ કલા અને પરમકલાના દીર્ઘકાલીન અભ્યાસથી સહજમાં પ્રાપ્ત થાય છે.
‘હઠયોગ પ્રદીપિકા' આદિ ગ્રંથોમાં બતાવેલી હઠયોગની આસન, પ્રાણાયામાદિ પ્રક્રિયાઓ દ્વારા ષટ્ચક્રોનું ભેદન થવાથી કુંડલિનીનું ઉત્થાન થાય છે. કલા એ કુંડલિનીરૂપ હોવાથી કલાધ્યાન સાથે તેનો સંબંધ છે. કેમ કે કલાધ્યાન અને તેની સિદ્ધિ, ષટ્ચક્રભેદન અને કુંડલિનીના ઉત્થાન (પ્રાણવાયુના ઊર્ધ્વગમન) વિના થતી નથી.
રાજયોગની જે પદ્ધતિ છે તે હઠયોગની પદ્ધતિ કરતાં સાધક માટે અનેક અપેક્ષાએ સરળ છે.
રાજયોગમાં ભક્તિ, જ્ઞાન અને કર્મયોગ દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે, જ્યારે હઠયોગમાં શારીરિક શ્રમ વિશેષ કરવો પડે છે.
રાજયોગની પદ્ધતિ પ્રમાણે ઇશ્વરપ્રણિધાન, જાપ અને સૂત્ર સ્વાધ્યાય દ્વારા પ્રાણશક્તિ ઉપર સહજ રીતે કાબૂ આવે છે, જ્યારે હઠયોગમાં પ્રાણાયામ કે
૦ ૧૧૨
ધ્યાન વિચાર (સવિવેચન)