________________
જીવાદિ સર્વ પદાર્થોનું નય, નિક્ષેપાદિ વડે ચિંતન અને ધ્યાન કરવાનું કહ્યું છે, તેથી ધ્યાનના સર્વ પ્રકારોનો તેમાં સમાવેશ થઇ જાય છે.
પિંડમાં બ્રહ્માંડનું અવતરણ કરવાની આ અદ્ભૂત કળામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે આ ચારેય પ્રકારનું ધર્મધ્યાન ઉપકારક છે અને આ ધ્યાનમાં કેન્દ્રસ્થાને જિનાજ્ઞાને રાખવાથી જ સર્વ મંગળકારી ધર્મ-ધ્યાનથી ભ્રષ્ટ કરનારાં અશુભ બળોના હુમલા નિષ્ફળ નીવડે છે.
ચિંતન જ્યાં સુધી ચલ-ચિત્તે થતું હોય ત્યાં સુધી તે ચિંતા અને ભાવનારૂપધ્યાનનો પૂર્વાભ્યાસ છે એમ જાણવું અને જ્યારે તે ચિંતન સ્થિર-પરિણામે થાય છે ત્યારે તે ધર્મધ્યાન સ્વરૂપ બને છે.
તે ધર્મધ્યાનના સતત અભ્યાસથી શુદ્ધાનુભૂતિપૂર્વકનું જે તત્ત્વચિંતન થાય છે તે શુક્લ ધ્યાનના અંગભૂત ગણાય છે.
ધર્મધ્યાનના અધિકારી : સર્વ પ્રકારના પ્રમાદથી મુક્ત, જ્ઞાનરૂપી ધનવાળા તેમજ ઉપશામક અને ક્ષપક નિગ્રંથો ધર્મધ્યાનના મુખ્ય અધિકારી છે. ધર્મધ્યાનની શુદ્ધિની પરાકાષ્ઠા ઉપરોક્ત મહાત્માઓમાં જ હોય છે.
સાતમા ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનક સુધીના જીવો અને ગૌણતયા ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા જીવો પણ ધર્મધ્યાનના અધિકારી ગણાય છે.
શુક્લધ્યાનના પ્રથમ બે પ્રકારના ધ્યાતા પ્રથમ (વજઋષભનારાચ) સંઘયણવાળા અને પૂર્વધર અપ્રમત્ત મુનિવરો હોય છે અને અંતિમ બે પ્રકારના ધ્યાતા સયોગી અને અયોગી કેવળી ભગવંતો હોય છે.
• ધર્મધ્યાન અને મૈત્રી આદિ ભાવો :
આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં જિનેશ્વર પરમાત્માની ૫૨મ મંગળકારી આજ્ઞાનું ચિંતન કરવાથી સાધકને મૈત્રી આદિ ચાર ભાવોનું ચિંતન કરવાની પ્રેરણા પણ સહજ રીતે મળે છે.
‘ગુણસ્થાનક *મારોહ’આદિ ગ્રંથોમાં પણ ધર્મધ્યાનનું સ્વરૂપ બતાવતાં મૈત્રી આદિ ચાર ભાવનાઓને તેમજ પિંડસ્થ આદિ ચાર અવસ્થાઓને ધર્મધ્યાનના પ્રકાર તરીકે ગણાવી છે.
જીવને આર્દ્રધ્યાનથી છોડાવી અને ધર્મધ્યાનમાં જોડનાર તથા શ્રેણિ અને શુક્લધ્યાન સુધી પહોંચાડનાર સકલ સત્ત્વજીવવિષયક સ્નેહ અને હિતચિતાનાં
ગુણસ્થાનની અપેક્ષાએ મુખ્યતયા
૧. મૈત્ર્યાિિમશ્ચતુર્ભેત્ યવાસાવિવતુવિધમ્ ।
पिंडस्थादि चतुर्धा वा धर्मध्यानं प्रकीर्तितम् ॥ ‘મુળસ્થાન ઋમારોદ' હ્તો. રૂપ - વૃત્તિ. મૈત્ર્યાદિ ચાર ભેદવાળું તથા આજ્ઞાવિચયાદિ ચાર પ્રકારવાળું તેમ જ પિંડસ્થ આદિ ચાર ભેદવાળું ધર્મધ્યાન' કહેલું છે.
ધ્યાન વિચાર (સવિવેચન) . ૯૦