________________
આશા નામની આ દેવી અદ્ભુત છે ! એની સેવા કરો તો એ શોક આપે અને સેવા કરવાનું છોડી દો તો સુખના ઢગલેઢગલા આપે.
આશા ન હોય તો... રોગ-શોક સંતાપ સે, ભરા પડા સંસાર; જો આશા હોતી ન તો, હો જાતા સંહાર. આશા ! કેટલું નચાવીશ ?
ઓ આશા ! તું મને કેટલું નચાવીશ ? દુષ્ટ માણસોને ખુશ કરવા માટે મેં તેમના કર્કશ વાક્યો સહન કર્યા છે. અંદર હું રડતો હતો... છતાં તે દુષ્ટોને ખુશ કરવા તેમની સાથે હસતો રહ્યો છું. મારા પર હસનારને પણ મેં સલામો ભરી છે. ઓ આશા ! હજુ ક્યાં સુધી નચાવીશ ?
- ભતૃહરિ વૈરાગ્ય શતકછે શ્વાસ સુધી આશ : જબ તક સાંસા તબ તક આશા આશા એ જ આપદા : આશા સો હી આપદા, સાંસો સોહી સોગ; કહે કબીર' કૈસે મિટે, યે દો જાલિમ રોગ ? આ ત્રણ પરિગ્રહ : ૧. કર્મ પરિગ્રહ ૨. શરીર પરિગ્રહ ૩. ઉપકરણ પરિગ્રહ
- ભગવતી સૂત્ર ૧૮/૭ | આકાશગંગા • ૧૦૨
બાહ્ય-આંતર પરિગ્રહ : બાહ્ય પરિગ્રહ : ૧. ક્ષેત્ર : ખેતર વગેરે ખુલી જમીન. ૨. વાસ્તુ : દુકાન મકાન આદિ. ૩. હિરણ્ય : ચાંદી. ૪. સુવર્ણ : સોનું. ૫. ધન : દાગીના અથવા રોકડા રૂપિયા. ૬. ધાન્ય : અનાજ. ૭. દ્વિપદ : બે પગવાળા દાસ-દાસી આદિ. ૮. ચતુષ્પદ : ચાર પગવાળા ગાય ભેંસ આદિ. ૯. કુષ્ય : ધાતુના વાસણો તથા અન્ય ઘરવખરી, ક ૧૪ આત્યંતર પરિગ્રહ : ૧. હાસ્ય ૨. રતિ ૩. અરતિ ૪. ભય ૫. શોક ૬. જુગુપ્સા
૮. માન ૯. માયા ૧૦. લોભ ૧૧. સ્ત્રીવેદ ૧૨. પુરુષવેદ
ન આકાશગંગા • ૧૦૩
-