________________
* દેશ આશંસા :
૧.
૨.
આ લોકની ઇચ્છા ઃ જેમ કે હું રાજા, ચક્રવર્તી વગેરે બનું. પરલોકની ઇચ્છા : જેમ કે હું ઇન્દ્ર કે મહર્દિક દેવ બનું. ૩. ઉભયલોકની ઇચ્છા ઃ જેમ કે અહીં ચક્રવર્તી અને પરભવમાં ઇન્દ્ર બન્યું.
૪. જીવનની ઇચ્છા : જેમ કે હું સુખપૂર્વક લાંબો કાળ જીવ્યા કરું.
૫. મરણની ઇચ્છા ઃ જેમ કે હું ખૂબ હેરાન થઇ રહ્યો છું. હવે મરી જાઉં તો સારું !
કામની ઇચ્છા ઃ જેમકે મને સારા શબ્દો સાંભળવા મળે - સારા રૂપ જોવા મળે.
૭.ભોગોની ઇચ્છા ઃ જેમ કે મને સારા ગંધ-રસ-સ્પર્શ મળે.
(શબ્દ-રૂપનો સમાવેશ કામમાં અને ગંધ-રસ-સ્પર્શનો સમાવેશ ભોગમાં કર્યો છે. કામ અને ભોગ બેમાં આટલો ફરક છે.)
૬.
૮. લાભનીઇચ્છાઃ જેમકેમનેયશ-કીર્તિ વગેરેની પ્રાપ્તિ થાવ. ૯. પૂજાની ઇચ્છા : જેમ કે જગતમાં ફૂલ વગેરેથી મારી પૂજા થાવ.
૧૦. સત્કારની ઇચ્છા : જેમ કે વસ્ત્ર, આભૂષણ વગેરેથી મારો સત્કાર થાવ.
- ઠાણંગ સૂત્ર ૧/૭૫૯
• ઇચ્છે છે...
દરિદ્ર પુરુષો ધન ઇચ્છે છે. પશુઓ વાણી ઇચ્છે છે.
આકાશગંગા - ૧૭૦ -
માણસો સ્વર્ગ ઇચ્છે છે. દેવો (ડાહ્યા) મોક્ષ ઇચ્છે છે.
ચાણક્ય નીતિ ૫/૧૮
* ઇચ્છાની નદીને ઓળંગો :
તમે ઇચ્છાઓની નદી ઓળંગીને પેલે પાર પહોંચી જાવ. પછી જુઓ કે તમારી ઇચ્છિત ચીજો તમને શોધતી-શોધતી આવે છે કે નહિ ? જો કે, ત્યારે જોવાની ઇચ્છા પણ ચાલી ગઇ હશે ! * ઇચ્છા પૂરી નહિ થાય :
દુનિયામાં દરેક માટે આવશ્યકતા કરતાં વધારે પદાર્થો છે. પણ એક પણ માણસની ઇચ્છા પૂર્તિ કરવા માટે દુનિયાના તમામ પદાર્થો પણ ઓછા છે. આવશ્યકતા પૂરી થઇ શકે છે, ઇચ્છા નહિ.
* ચાહ ચમારી :
ચાહ ચમારી ચોરટી, સૌ નીચન કી નીચ; મૈં થા પૂરન બ્રહ્મ યદિ, ચાહ ન હોતી બીચ.
- રહીમ
* ચાહ ત્યાં આહ :
જહાં ચાહ વહાં આહ હૈ, બનીયે બેપરવાહ; ચાહ જિન્હોં કી મિટ ગઇ, વે શાહન કે શાહ. ૐ આશાનું આશ્ચર્ય !
પેલી મધમાખી તો ફલોના સહારે મધ બનાવે છે, પણ આ આશા નામની મધમાખી તો ગજબની છે ! ફૂલો વિના જ મધ બનાવી દે છે.
આશા ખરેખર કોઇ અજબની સાંકળ છે. એનાથી માણસ જ્યાં સુધી બંધાયેલો હોય ત્યાં સુધી દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. પણ જ્યાં એ સાંકળ છૂટી કે માણસ તરત જ સ્થિર થઇ જાય !
આકાશગંગા = ૧૦૧ -