________________
શરીર તગડું કરવાની ઇચ્છા પૂરી થઇ ? હવે બીજાને પછાડવાની વૃત્તિ જાગશે. (તૃષ્ણાનો અંત ક્યાં છે ?)
- વિલિયમ જેમ્સ માનસશાસ્ત્રી તૃષ્ણા અને દરિયાનું પાણી : તૃષ્ણાનું પાણી અને દરિયાનું ખારું પાણી... જેમ પીઓ તેમ તરસ વધે. શું ધૂળ સંતોષ ?
તમે જગતના સૌથી ધનાઢ્ય છો... ૧૦ અબજ ડોલર તમે કમાયા છો. હવે તમે સંતોષથી વિદાય લઇ રહ્યા હશો ?” મૃત્યુ પથારીએ પડેલા એન્ડ્રુઝ કાર્નેગીને પત્રકારોએ પૂછ્યું.
“શું ધૂળ સંતોષ ? મારે તો ૧૦૦ અબજ ડોલર કમાવવાના હતા... પણ માત્ર ૧૦% જ કમાઈ શક્યો છું.” એન્ડ્રુઝ કાર્નેગીના જવાબથી પત્રકારો સ્તબ્ધ થઇ ગયા. નાણાંભીડમાં કેમ જીવાય ?
યુરોપના એક ધનવાને આત્મહત્યા કરેલી. તેની ચિઠ્ઠીમાં લખેલું જોવા મળ્યું : “હવે મારી પાસે માત્ર બે ક્રોડ પાઉન્ડ જ ધન રહ્યું છે. આવી કારમી ‘નાણાં-ભીડ'માં શી રીતે જીવી શકું?” 8 તૃપ્ત થતા નથી...
છે લાકડાથી કદી અગ્નિ તૃપ્ત થતો નથી. છે નદીઓથી સાગર તૃપ્ત થતો નથી. છે જીવોને મારવાથી યમરાજ તૃપ્ત થતો નથી. છે પુરુષોથી સ્ત્રીઓ કદી તૃપ્ત થતી નથી.
- વિદુર નીતિ ૮/૭ | આકાશગંગા • ૧૬૮ -
જ ઉપદ્રવ રહિત કોણ ?
છે રૂપમાં ઉંમરનો ઉપદ્રવ છે. એ ભોગમાં રોગનો ઉપદ્રવ છે. છે સત્તામાં ખસી જવાનો ઉપદ્રવ છે. cછે ધનમાં જતા રહેવાનો ઉપદ્રવ છે. cછે આરોગ્યમાં વ્યાધિઓનો ઉપદ્રવ છે.
જીવનમાં મરણનો ઉપદ્રવ છે. છે તો ઉપદ્રવ-રહિત કોણ ? એક માત્ર તુણા ! એને કદી કોઇ ઉપદ્રવ નડતો નથી. છે તૃષ્ણા સદા તરુણી : મોઢે કરચલી પડી. માથે ટાલ પડી. મોં દાંત વગરનું બોખું બન્યું. હાથ-પગ ધ્રુજવા માંડ્યા. કાને ધાકો ને આંખે ઝાંખપ આવી. શરીર આખું બન્યું ખખડધજ. તોય તૃષ્ણા તો એવીને એવી જ સજજ ! શરીર વૃદ્ધ બન્યું પણ તૃષ્ણા સદા તરુણી ! - બે દુ:ખ :
જીવનમાં બે દુઃખ છે. ૧. ઇચ્છા પૂરી ન થવી તે. ૨. ઇચ્છા પૂરી થઇ જવી તે.
- બનાર્ડ શો
| આકાશગંગા • ૧૬૯
–