________________
માંસનો ટૂકડો ફેંકી દીધો અને ઝાડ પર શાંતિથી બેઠું. હવે કાગડા વગેરેએ તેનો પીછો છોડી દીધો.
હા... જયાં સુધી આસક્તિનો ટૂકડો નહિ છૂટે, ત્યાં સુધી ક્રોધ વગેરેના કાગડા પીછો નહિ છોડે.
- ભાગવત ૧૧/૯/૧ ...અને ભૂત પકડાઇ ગયું !
હઠીસિંહ પટેલ સવારના પહોરમાં પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યા હતા. પોતાના લાંબા પડછાયાને ભૂત સમજી તેને પકડવા દોડવા લાગ્યા. પણ આ ‘ભૂત’ તો આગળ ને આગળ ! પકડાય જ નહિ ! ‘આ ભૂત જબરું' પટેલ બબડી ઊઠ્યો.
દૂરથી આ દેશ્ય જોઈ રહેલા, પટેલની મૂર્ખતા પર હસી રહેલા સહજાનંદ સ્વામી (સ્વામીનારાયણ પંથના પ્રવર્તકોએ કહ્યું : પટેલ ! ઈ ‘ભૂત’ એમ તમારા હાથમાં નહિ આવે. તમે એમ કરો. પૂર્વ દિશા તરફ ચાલવા માંડો. પછી જુઓ કે ઇ ‘ભૂત’ તમારો દાસ બનીને તમારી પાછળ-પાછળ ફરે છે કે નહિ ? તેમ કરતાં ‘ભૂત’ પાછળ ચાલવા લાગ્યું. પટેલ રાજીરેડ થઇ ગયા!
ખરી વાત છે. જે માણસ તૃષ્ણાને પીઠ આપીને ચાલે છે, તેની પાછળ-પાછળ પડછાયાની જેમ લક્ષ્મી ચાલતી આવે છે. છે તૃષ્ણા - ઇચ્છા - સ્પૃહા - વાસના : cછે ધન વધારવાની ઇચ્છા તે ‘તૃષ્ણા'. છે જરૂરી વસ્તુની ચાહના તે ‘ઇચ્છા'. છે અતિ આવશ્યક વસ્તુની ઝંખના તે ‘સ્પૃહા'. છે મળેલી વસ્તુને સ્થિર કરવાની ભાવના તે ‘વાસના'.
| આકાશગંગા • ૧૬૬ -
છે તૃષ્ણા ! તું આંધળી :
ઓ તૃષ્ણા ! તું પણ આંધળી છે. નહિ તો તું રોગી, વાંઝિયા કે ઘરડાઓમાં શી રીતે રહી શકે ? તારે તો રહેવાની ઘણીયે જગ્યા છે... છતાં આવા લોકોને પણ તું કેમ છોડતી નથી ? નક્કી તું પણ આંધળી જ છે. હવે છોડ ઓ તૃષ્ણા !
ઓ તૃષ્ણા ! તેં મને ખરેખરો નચાવ્યો છે. તારા પ્રભાવથી અત્યાર સુધી મેં શું શું કર્યું છે તે બતાવું ? સાંભળ. સોનાના ચારૂની શંકાથી મેં કેટલેય ઠેકાણે ધરતી ખોદી. સુવર્ણસિદ્ધિ મેળવવા કેટલીયે ધાતુઓ ઓગાળી, કેટલીયે વનસ્પતિના મૂળીયા ઊકાળ્યા. રત્નો મેળવવા દરિયામાં ડૂબકી લગાવી અને ઝટ ઝટ ક્રોડપતિ બનવા દરિયા પાર પણ જઇ આવ્યો. કેટલાય શેઠિયાઓની દાઢીમાં હાથ નાખ્યો. કેટલાય રાજાઓની ચરણચંપી કરી. મંત્ર-તંત્રની સાધના કરવા કેટલીયે કાળી ચૌદસો મસાણમાં કાઢી. પણ અત્યાર સુધીમાં મને ફૂટી કોડી પણ મળી નથી. ઓ તૃષ્ણા ડાકણ ! હવે તો તું મારો કેડો છોડ.
- ભતૃહરિ વૈરાગ્ય શતક-૪ વિરોધી ઇચ્છા થશે :
તમારી એક વૃત્તિ સંતુષ્ટ થશે કે તરત જ તેનાથી વિરોધી બીજી વૃત્તિ પેદા થવાની.
માન-સન્માનની ઇચ્છા પૂરી થઇ ? તો ભોગની ઇચ્છા જાગશે.
દાન (કીર્તિ દાન) દેવાની ઇચ્છા પૂરી થઇ ? તો કદાચ લોભની વૃત્તિ જાગશે .
| આકાશગંગા • ૧૬૭