________________
૬. પ્રત્યય કષાયઃ નિમિત્ત વિના જ અંદરથી થતો કષાય. ૭. રસ કષાય : હરડે આદિનો કષાય (તૂરો) રસ. ૮. ભાવ કષાય : ક્રોધ, માન વગેરે.
- વિશેષાવશ્યક ભાષ્ય * * *
૨૮. ક્રોધ | ક જરા જુઓ, તમારો ક્રોધ કેવો છે? છે ઉત્તમોત્તમ : જીવનમાં કદી ક્રોધ ન કરે.
માનસરોવર જેવો. છે ઉત્તમ : ક્ષણમાં જાય. વીજળીના ઝબકારા જેવો.
મધ્યમ : ઘડી-બેઘડી રહે. નાના દીવા જેવો. છે વિમધ્યમ : ૨૪ કલાક રહે. સગડી જેવો. છે અધમ : ૫-૬ દિવસ રહે. નિભાડા જેવો. છે અધમાધમ : જીવનભર રહે. કારખાનાની ભઠ્ઠી જેવો. ક્ષમાના શરણથી... ક્ષમાથી કૂરગણું, ગજસુકુમાલ, અર્ણિકાપુત્રાચાર્ય, દમદંત મુનિ, સ્કંધ મુનિ, મેતાર્ય, ઝાંઝરીયા મુનિ, ચંડરુદ્રાચાર્યશિષ્ય, મૃગાવતી વગેરે અનેક મહાત્માઓ કેવળજ્ઞાની બની મોક્ષે ગયા છે.
વેર પાંચ કારણે : ૧. સ્ત્રીના કારણે. જેમકે સીતાના કારણે રામ-રાવણ. ૨. સ્થાવર-જંગમ મિલ્કતના કારણે. જેમકે કોણિક
હલ્લ-વિહલ્લ. ૩. વાણીના કારણે. જેમકે દ્રૌપદીની વાણીથી દુર્યોધનને.
| આકાશગંગા • ૧૩૬ +
૪. સામી વ્યક્તિના અપરાધથી. જેમકે દુર્યોધનના અપરાધથી
કૃષ્ણને અથવા નમુચિના અપરાધથી વિષ્ણુકુમારને. પ. વંશાનુગત વેરના કારણે. જેમકે સાપ-નોળીયો. કષાય ચાર પ્રકારે : ૧. સ્વપ્રતિષ્ઠિતઃ પોતાના ગુનાથી પોતાના પર કષાય કરવો. ૨. પરપ્રતિષ્ઠિત : બીજાના ગુનાથી બીજા પર કષાય કરવો. ૩. ઉભયપ્રતિષ્ઠિત : સ્વ અને પરના ગુસ્સાથી બંને પર
કષાય કરવો. ૪. અપ્રતિષ્ઠિત : એમને એમ ગુસ્સે થવું. (કોઇના પર પણ નહિ.)
- વિશેષાવશ્યક ભાષ્ય ચંડકોસીઆના જીવનમાં ક્રોધના સંસ્કારનો ગુણાકાર : છે દ્રવ્યથી : સાધુના ભવમાં મારવા માટે માત્ર ઓઘો
હતો. તાપસના ભવમાં મારવા માટે કુહાડી મળી. સાપના ભવમાં મારવા માટે વિશ્વભરી આંખ મળી. ક્ષેત્રથી : સાધુના ભવમાં મારવાનું સ્થાન માત્ર ઉપાશ્રય હતો. તાપસના ભવમાં આશ્રમ મળ્યો. સાપના ભવમાં આખું જંગલ મળ્યું. કાળથી: સાધુના ભવમાં છેલ્લો થોડો સમય, તાપસના
ભવમાં યુવાવસ્થાથી, સાપના ભવમાં જન્મથી. cછે ભાવથી : સાધુના ભવમાં પોતાનો દોષ કહેનાર
મુનિને મારવાનો વિચાર. તાપસના ભવમાં આશ્રમમાંથી ફળો લઈ જાય તેને મારવાનો વિચાર. સાપના ભવમાં જે આવે તેને (ભગવાનને પણ) મારવાનો વિચાર.
ન આકાશગંગા • ૧૩૦ -