________________
સોબતથી યોગ્ય-અયોગ્ય થાય છે : છે ઘોડો અને હાથી. » શસ્ત્ર અને શાસ્ત્ર. છે વીણા અને વાણી. છે નર અને નારી.
* * *
[ ૨૭. કષાય)
આત્માની વિકૃતિ : cછે ક્રોધ : આત્માના પરમ તેજની વિકૃતિ. છે માન: આત્માની ત્રિલોક-પ્રભુતારૂપ પરમ ગરિમાની
વિકૃતિ. છે માયા : આત્માની સ્વ-પર-પ્રકાશ્ય શક્તિની વિકૃતિ. છે લોભ : આત્માના અનંત કેવળજ્ઞાનની વિકૃતિ. જ્ઞાનનો અંત નથી તેમ લોભને થોભ નથી.
અનંત જ્ઞાનની વિકૃતિ એટલી જ ખતરનાક હોય ને ? - ચાર કષાય : ૧. ક્રોધ :
અનંતાનુબંધી : પર્વતમાં પડેલી તિરાડ જેવો (જીવનભર રહે). અપ્રત્યાખાની : પૃથ્વીમાં પડેલી તિરાડ જેવો (એક વર્ષ રહે). પ્રત્યાખ્યાની : રેતીમાં પડેલી રેખા જેવો (ચાર મહિના રહે).
ન આકાશગંગા • ૧૩૪+
સંજ્વલન : જલમાં કરેલી રેખા જેવો (પંદર દિવસ રહે). માન : અનંતાનુબંધી : પત્થરના થાંભલા જેવો. અપ્રત્યાખાની : હાડકાના થાંભલા જેવો. પ્રત્યાખ્યાની : લાકડાના થાંભલા જેવો. સંજ્વલન : નેતરની સોટી જેવો. માયા : અનંતાનુબંધી : વાંસના મૂળ જેવી. અપ્રત્યાખાની : ઘેટાના શિંગડા જેવી. પ્રત્યાખ્યાની : ગાયના મૂત્રની ધાર જેવી.
સંજ્વલન : વાંસની છાલ જેવી. ૪. લોભ :
અનંતાનુબંધી : કિરમજીના રંગ જેવો. અપ્રત્યાખાની : ગાડાની કીટ જેવો. પ્રત્યાખ્યાની : કાજળ જેવો.
સંજવલન : હળદરના રંગ જેવો. કષાય આઠ પ્રકારે : ૧. નામ કષાય : કોઇનું તેવું નામ. ૨. સ્થાપના કષાય : કોઇની તેવી મૂર્તિ કે ફોટો. ૩. દ્રવ્ય કષાય : ભગવા કપડા વગેરે. ૪. આદેશ કષાય : દેખાવો કષાય. જેમ કે પિતાનો પુત્ર
પર નર જેવો ક્રોધ. ૫. ઉત્પત્તિ કષાય : અન્ય નિમિત્તે થતો કષાય.
ન આકાશગંગા • ૧૩૫