________________
કર્મ સત્તાએ જાણે પડકાર કર્યો : ઓ સાધુ ! તને ક્રોધ બહુ ગમે છે ? હવે હું તને વધુને વધુ ક્રોધ થઇ શકે – એવી અનુકૂળતા કરી આપીશ... દરેક ભવમાં ચડિયાતી સગવડ !!
* * *
ક્ષમાં શોભતી ઉસ ભુજંગ કો, જિસકે પાસ ગરલ હો, ઉસકો ક્યા? જો દંતહીન, વિષરહિત વિનીત સરલ હો; જહાં નહિ સામર્થ્ય શોધકી, ક્ષમા વહાં નિષ્ફલ હૈ, ગરલ ઘૂંટ પી જાને કા, મિષ હૈ વાણીકા છલ હૈ.
| ૨૯. ક્ષમા
તમારી ભૂલોની કોઇ ઉદારતાથી માફી આપી દે, એવું તમે ઇચ્છો છો ને ? તો તમે બીજાની ભૂલોને માફ કરતાં શા માટે અચકાઓ છો ?
મનુષ્યનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.
ક્રોધની આગથી જીવન રેગિસ્તાન બને છે. ક્ષમાના અમૃતથી જીવન વસંત બને છે. તમારે જીવનને કેવું બનાવવું છે ?
જેણે જીવનમાં શત્રુને ક્ષમા આપી નથી, તેણે હજુ જીવનનો શ્રેષ્ઠ રસ ચાખ્યો જ નથી. બીજો જોડો આવવા દો !
એક સંત ભાષણ કરી રહ્યા હતા, ત્યાં તેમના પર કોઇએ જોડો ફેંક્યો. સંતે સ્વસ્થતાથી કહ્યું : મહાનુભાવ ! હજુ બીજો જોડો આવવા દો. જેથી મને પહેરવામાં કામ લાગે. ક સહનશક્તિનું રહસ્ય.. ‘તમારામાં આટલી બધી સહનશક્તિ ક્યાંથી આવી ?” ‘ઉપર, નીચે અને વચ્ચે જોવાથી.’
એટલે ?' ઉપર જોઉં છું ત્યારે મોક્ષ યાદ આવે છે. નીચે જોઉં છું ત્યારે ધરતી દેખાય છે ને હું વિચારું છું : મારે કેટલા ફૂટ જમીન જોઇએ ? નાહક ઝગડા શાના ? અને આસપાસ જોઉં છું તો તે લોકો દેખાય છે, જેઓ મારાથી પણ વધુ દુઃખો સહન કરી રહ્યા છે. આ છે મારી સહનશક્તિનું રહસ્ય ! માથા પર ટકોરા... વાત કરતાં-કરતાં ગરમ થઇ ગયેલા એક ભાઇએ એક સંતના માથે ઠોલો માર્યો. ભક્તો ખીજાઈ ગયા.
| આકાશગંગા • ૧૩૯ |
ક્રોધની આગને ઠારનારું ક્ષમાનું શસ્ત્ર જેના હાથમાં છે, તેનો હંમેશા જય થતો જ રહે છે. ક્ષમાશીલને પરાજીત કરવાની તાકાત કોની છે ?
શૂરવીરની ક્ષમા સાચી ક્ષમા છે. કાયરની ક્ષમા મજબૂરી છે.
| આકાશગંગા • ૧૩૮ -