________________
જ કોની ક્યારે મુખ્યતા?
ઔદયિક ભાવની ઘટનામાં ઉપાદાનની મુખ્યતા માનો.
ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિકમાં પુષ્ટ નિમિત્ત (પ્રભુ)ની મુખ્યતા માનો.
અરિહંતની ભક્તિ (ચાર નિક્ષેપોમાં નવધા ભક્તિ) નામ નિક્ષેપની (ભક્તિ) શ્રવણ, કીર્તન, સ્મરણ વડે. સ્થાપના નિક્ષેપની વંદન, પૂજન, અર્ચન વડે. દ્રવ્ય નિક્ષેપની દાસ્ય કે સખ્યભાવ વડે. ભાવ નિક્ષેપની આત્મ-નિવેદન વડે. લોગસ્સના ત્રણ પદમાં નવધા ભક્તિ : કિત્તિય વંદિય મહિયા ૧ શ્રવણ ૪ વંદન ૭ દાસ્ય ૨ કીર્તન ૫ અર્ચન ૮ સંખ્ય ૩ સ્મરણ ૬ પાદસેવન ૯ આત્મ-નિવેદન લોગસ્સની આરાધના :
‘લોગસ્સ કલ્પ'માં પ્રથમ ગાથા પૂર્વદિશામાં જિનમુદ્રાએ ૧૪ દિવસ તેના બીજ મંત્રો સહિત ૧૦૮ વાર ગણવાનું વિધાન છે. તે મુજબ ગણવાથી અને તેના ઉપસંહાર રૂપ છઠ્ઠી ગાથા બેસીને ૧૦૮ વાર ગણવાથી એક પ્રકારની અભુત શાંતિ અનુભવાય છે.
ક્યારે કોની આરાધના છે તપોવૃદ્ધિ માટે : વર્ધમાન સ્વામી – આદિનાથ છે શાંતિ માટે : શાંતિનાથ છે બ્રહ્મચર્ય માટે : નેમિનાથ છે વિઘ્ન વિદારણ માટે : પાર્શ્વનાથ
| આકાશગંગા • ૨ |
પ્રતિમા પૂજનનું તાત્કાલિક ફળ : છે યાદવોની જરા ચાલી ગઇ. છે ઝીંઝુપુર (ઝીંઝુવાડા)ના રાજા દુર્જનશલ્યનો કોઢ
ચાલ્યો ગયો. છે પાલનપુરના પ્રહ્માદન રાજાનો કોઢ ચાલ્યો ગયો. cછે શ્રીપાળ તથા ૭00 કોઢીયા નીરોગી થયા. ce નાગકેતુ કેવલી થયા. આ પાંચ નમસ્કાર : ૧. પ્રહાસ નમસ્કાર: મજાકથી કે ઇર્ષાથી નમસ્કાર કરવા તે. ૨. વિનય નમસ્કાર : માતા-પિતાદિને વિનયથી નમવું. ૩. પ્રેમ નમસ્કાર : મિત્રાદિને પ્રેમથી નમવું. ૪. પ્રભુ નમસ્કાર : સત્તાદિના કારણે રાજાદિને નમવું. ૫. ભાવ નમસ્કાર : મોક્ષ માટે દેવ-ગુરુ આદિને નમવું. ક ભજન અને ભોજન : ce ભોજન નીરસ તો ભજન સ-રસ. cછે ભોજન સ-રસ તો ભજન નીરસ. અહંકાર અને આત્મવિશ્વાસ : અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચેની સૂમ ભેદરેખા સમજો . રાવણ, દુર્યોધન, હિટલર કે ધવલ જેવો (બીજાને મારી નાખવાના આશયવાળો અને હુંકારથી ભરેલો) વિશ્વાસ આત્મવિશ્વાસ ન કહેવાય, પણ અહંકાર કહેવાય. પુણિઓ, અભયકુમાર, ચંપા શ્રાવિકા કે કપર્દી મંત્રી જેવો નમ્રતાયુક્ત આત્મવિશ્વાસ જોઇએ, જે એમ મનાવે કે અનંત શક્તિના સ્વામી પ્રભુ મારી સાથે છે.
આકાશગંગા • o E