________________
આ જીવાત્મા અને પરમાત્મા :
છે રાગાદિ વિજેતા પરમાત્મા. cક રાગાદિથી વિજિત જીવાત્મા. બી જ ન વાવ્યું તો ?
ભણો, ગણો, તપ કરો પણ હૃદયમાં જો અનંત (પ્રભુ) પ્રત્યે પ્રેમ નથી પ્રગટ્યો તો બધું જ વ્યર્થ છે. કોઇ ખેડૂત ખેતરમાં માટી ખોદે, ખેડે, જમીન સમતલ કરે, પાણી સિંચે પણ બી જ ન વાવે તો? છે તેઓ ઝેરનાં બી વાવે છે :
આર્યભૂમિ, ઉત્તમકુળ, સત્સંગ આદિ પ્રાપ્ત કરીને જેઓ ઠંડીગરમી સહન કરતા ચાતક પક્ષીની જેમ ભગવાનનું સ્મરણ કરે છે, તે ચતુર છે. બીજા તો સોનાના હળમાં કામધેનુને જોડીને ઝેરનાં બી વાવી રહ્યાં છે. શુદ્ધ ભક્તિ :
આજે શુદ્ધ ભક્તિ પ્રાયઃ લુપ્ત થઇ ગઇ છે. ભક્તોએ ભક્તિને ઘણી સસ્તી બનાવી દીધી છે. ઇતિહાસ તો કહે છે કે ભક્ત તે જ બની શકે જે રાવણની જેમ પોતાની નસ કાપીને વીણામાં લગાડી શકે. જે કપર્દી મંત્રીની જેમ ઉકળતા તેલના કડાયામાં કૂદકો મારી શકે, જે હંટરનો માર ખાતાં પણ શ્રેણિકની જેમ ‘વીર... વીર...' પોકારી શકે. વિભક્તિ ત્યાં ભક્તિ નહિ : જીવો સાથે વિભક્તિ (જુદાઇ) જયાં નહિ પ્રભુની નહિ ભક્તિ ત્યાં. ભગવાનનું સરનામું : છે દેશ : સત્સંગ છે નગર : ભક્તિનગર
{ આકાશગંગા • ૦૪ |
છે ગલી : પ્રેમની ગલી cછે ચોકીદાર : વિરહતાપ નામનો ચોકીદાર & મહેલ : પ્રભુ મંદિર છે સીડી : સેવાની સોપાન પંક્તિ અહીં સુધી આવ્યા પછી શું કરવાનું ? દીનતાના પાત્રમાં મનના મણિને મૂકીને પ્રભુને ચડાવવું. અહં ભાવને બાજુએ મૂકી પ્રભુ શરણ સ્વીકારવું. ભક્તની ઇચ્છા : હું મરી જઇશ પછી મારું શરીર માટી તો બની જ જવાનું છે. હે પ્રભુ ! મારી એવી ઇચ્છા છે કે એ માટીમાંથી ઉત્પન્ન થયેલ વૃક્ષ દ્વારા કોઇ સુથાર આપના ચરણની પાદુકા બનાવે. આમ મને જો તારા ચરણમાં રહેવાનું મળશે તો હું મારી જાતને જગતમાં સૌથી સૌભાગ્યશાળી માનીશ.
- ગંગાધર ભક્તિ પૂર્ણ ક્યારે ? જ્ઞાનથી આલોકિત અને ચારિત્રથી નિયંત્રિત ભક્તિ જ દેઢ હોઇ શકે છે. જયાં સુધી ભક્તિ જ્ઞાન અને કર્મ (ચારિત્ર) બનતી નથી ત્યાં સુધી તે અપૂર્ણ છે.
ભક્તોની લઘુતા :
ભક્તોની એક વિશેષતા હોય છે કે તેઓ પોતાને સદા પ્રભુના દાસ તરીકે જ ઓળખાવે છે. પોતાના નામ પણ લઘુતા દર્શક રાખે છે.
દા.ત. : તુક્કા (તુકારામ), એકા (એકનાથ), નાનક, કબીરા વગેરે.
ન આકાશગંગા • કપ