________________
* ભક્તિ માટે શું જોઇએ ?
તપસ્વી બનવા શરીરની શક્તિ અપેક્ષિત છે.
જ્ઞાની બનવા બુદ્ધિની શક્તિ અપેક્ષિત છે. દાની બનવા ધનની શક્તિ અપેક્ષિત છે.
પણ ભક્ત બનવા નિરપેક્ષ બનવું અપેક્ષિત છે. કોઇ પણ શક્તિ પર મગદૂર બનેલો માણસ કદી પણ ‘ભક્ત' બની શકતો નથી.
* આંસુ :
પ્રભુ-ભક્તિ, કરુણા અને સહાનુભૂતિથી થતા આંસુ પવિત્ર છે. શોક, ક્રોધ અને દંભથી થતા આંસુ અપવિત્ર છે.
* ઇસ્લામ ધર્મની ૭ જરૂરી વાતો :
૧.તોષા : પાપોનો પશ્ચાત્તાપ.
૨. જહ૨ : ઇચ્છાથી ગરીબી સ્વીકારવી.
૩.
સબ્ર : સંતોષ કરવો.
શુક : અલ્લા પ્રત્યે કૃતજ્ઞતા.
૪.
૫. રિજાઅ : દમન.
૬.
૭.
આ સાતેય વાતો દુષ્કૃત ગહં, સુકૃત-અનુમોદના અને શરણાગતિમાં સમાઇ જાય છે - એમ નથી લાગતું ? ♦ ... તો થાય :
ખોરાક સાથે પાણી મળે તો પચે.
તન સાથે મન મળે તો સાધના થાય.
પ્રકૃતિ સાથે પુરુષ મળે તો સંસાર મંડાય. કૃષ્ણ સાથે જો અર્જુન મળે તો મહાભારત જીતાય.
જ્ઞાન સાથે જો ભક્તિ (શ્રદ્ધા) મળે તો મોક્ષ થાય. – આકાશગંગા • ૦ -
તવક્કુલ : અલ્લાની કૃપા પર પૂરો ભરોસો.
રજ : અલ્લાની મરજીને પોતાની મરજી બનાવવી.
* મૂર્તિ :
આગમો શ્રદ્ધાથી સમજાય. નયવાદ બુદ્ધિની તીક્ષ્ણતાથી સમજાય. પણ હે પ્રભુ ! તારી આ મૂર્તિ તો
બાળકથી માંડીને સૌને સહેલાઇથી સમજાય.
* ત્રણ પ્રકારના બોર્ડ (આજના) :
૧. ઓફિસ પર : નો એડમીશન વિધાઉટ પરમીશન.
૨.
વિઘાલય પર : નો એડમીશન વિધાઉટ ડોનેશન.
૩.
સાધનાધામ પર : નો એડમીશન વિધાઉટ ડીવોશન. * વિશ્વાસ રાખો :
ભગવાનની ભક્તિ પર.
આત્માની શક્તિ પર.
૧.
૨.
૩.
* ટૂટે વો પાંવ...
શુદ્ધ આચારની અભિવ્યક્તિ પર.
ટૂટે વો પાંવ જિસકો ન તેરી તલાશ હો, ફૂટે વો આંખ જિસકો ન હો જુસ્તજૂ તેરી; વો ઘર હો બેચિરાગ જહાં તેરી જૂ ન હો,
વો દિલ હો દાગ જિસમેં ન હો આરજૂ તેરી.
૪.
૫.
* પાંચ મુક્તિ ઃ
૧. સાલોક્ય : ભગવાન સમાન લોકની પ્રાપ્તિ
૨.
સાષ્ટિ : ભગવાન સમાન ઐશ્વર્યની પ્રાપ્તિ.
૩.
સામીપ્ય ઃ ભગવાનની નજીક સ્થાનની પ્રાપ્તિ.
- મુનશી દુર્ગાસહાય
સારૂપ્ય : ભગવાન સમાન સ્વરૂપની પ્રાપ્તિ.
સાયુજ્ય ઃ ભગવાનમાં લયની પ્રાપ્તિ.
આકાશગંગા . ૧
- ભાગવત ૩/૨૯/૧૩