________________
તો તે ડંખવાનું ક્યાંથી શીખ્યું ? (માણસ વિના)
તેં વિષ ક્યાંથી ખરીદ્યું ? (દુકાન વિના)
સાપ કરતાં પણ ઝેરી આજના માનવીને જોઇને કોઇએ કહ્યું છે :
માનવીના ઝેર માટે તું પૂછ મા;
સાપ પણ કાંઇ એટલા ડસતા નથી.
* આજના માનવ પાસે :
પ્રતિભા ખૂબ છે, શ્રદ્ધા નથી.
જ્ઞાન છે, પણ વ્યાવહારિક બુદ્ધિ નથી.
આડંબરયુક્ત સભ્યતા છે, પણ પ્રેમ કે સહાનુભૂતિ નથી.
સિદ્ધાંતોની ચર્ચાઓ છે, પણ આચરણ નથી.
* શાસન કરે છે :
૨૦ વર્ષે સંકલ્પ
૩૦ વર્ષે બુદ્ધિ
૪૦ વર્ષે નિર્ણયાત્મકતા
પછી ચરિત્રનો અંશ
* અંતિમ પ્રયાણ વખતે...
પૈસા બેન્કમાં
ગાડીઓ ગેરેજમાં
પત્ની મકાનમાં
પરિવાર સ્મશાનમાં
શરીર ચિત્તામાં પડ્યા રહે છે...
જીવ એકલો પોતાના કર્મ સાથે ચાલી નીકળે છે. * મૃત્યુ પછી :
પરિવાર પૂછશે : તે કેટલી સંપત્તિ મૂકીને ગયો ? જગત પૂછશે : તે કેટલા સારા કાર્યો કરીને ગયો ? - આકાશગંગા • ૫૬
ૐ કરવાવાળા કેટલા ? સાંભળનારા લાખો છે. સંભળાવનારા હજારો છે. સમજનારા સેંકડો છે. પણ કરવાવાળા વિરલા જ છે. * જીવનનું રહસ્ય :
જીવનનું રહસ્ય કર્તવ્યમાં છે.
‘સાગરમાં જઇને હું ફરવાનો આનંદ માણીશ' આવું કહેનાર નદીને શું કહેવું ?
‘માળામાં બેસીને જ ગગનનો આનંદ માણીશ' એવું કહેનાર પંખીને શું કહેવું ?
* કુલીન પુરુષના ચાર ગુણ :
હસમુખો ચહેરો
ઉદાર હાથે
મૃદુ ભાષણ
નમ્રતા
* ઉત્તમ કોણ ?
ભણેલાથી ગણેલો સારો
- તિરૂવલ્લુવર
ગણેલાથી ફરેલો સારો
ફરેલાથી કસાયેલો સારો
* મનુષ્ય-આયુષ્ય શી રીતે બંધાય ?
સરળ સ્વભાવ, વિનય, દયા અને ઇર્ષ્યાનો ત્યાગ આ ચાર ગુણોથી મનુષ્ય આયુષ્ય બંધાય છે.
*** આકાશગંગા - ૫૭
- ઠાણંગ ૪/૪/૩૭૩