________________
૧૨. જીવત
આડા અને ઊભા તારથી કપડું બને. અનુકૂળતા અને પ્રતિકૂળતાથી જીવન બને. કાર્યકર્તાઓ ! ટીકાથી ગભરાશો નહિ :
અનુચિત ટીકાથી ગભરાશો નહિ. એ તો ખરેખર તમારી પ્રશંસા (ભલે તેનું નામ ટીકા હોય) છે. કારણ કે તમે ટીકાકારોમાં ઇર્ષ્યા કે સ્પર્ધા ભડકાવી શક્યા છો... એટલું ભૂલશો નહિ કે મરેલા કૂતરાને કોઇ લાત મારતું નથી. તમારી ટીકા થાય છે એનો અર્થ એ થયો કે હવે તમે કાંઇક વજનદાર થયા છો.
ટીકાની ઉપેક્ષા કરી નક્કર અને ઉત્તમ કાર્યમાં મંડી પડો. તમારી ભૂલોનો હિસાબ રાખો. લાભકારી - રચનાત્મક ટીકાઓ તમારે જાણવી જોઇએ. તેની ઉપેક્ષા કરી શકાય નહિ.
જીવનનો આદર્શ : બટન દબાવતાં ફોટો પડી જાય, બીબામાં ઢાળતાં મશીન બની જાય, પણ જીવનનો આદર્શ આટલો જલ્દી નહી બને. એ તો ખીલતું ફૂલ છે. એને એની રીતે ખીલવા દો. એ તો પીંછી, કાગળ અને આંગળીઓની સાવધાનીપૂર્વકની કરામતથી નિર્માણ પામતું ચિત્ર છે. સાવધાનીપૂર્વક ચિત્રનું નિર્માણ કરો. જીવન - એક સંગીત : જીવન ગાયન છે. કલા તાલ છે.
| આકાશગંગા • ૫૮ -
મનના વિશેષ ભાવો ભિન્ન-ભિન્ન રાગ છે.
સમગ્ર બ્રહ્માંડ લય છે. જ આ વાક્યો તમારી જીંદગી બદલાવશે. અજમાવી જુઓ ! ૧. આજે હું પ્રસન્ન રહીશ. કોઇની તાકાત નથી કે મારી
પ્રસન્નતા ખંડિત કરી શકે. મારી પ્રસન્નતાનો હું જ
માલિક છું. ૨. આજે હું વર્તમાનને અનુકૂળ થવાનો પ્રયત્ન કરીશ.
બીજાને મારી ઇચ્છાનુસાર ઢાળવાનો પ્રયત્ન નહિ કરું. ૩. આજે યોગાસન આદિથી શરીરને કેળવીશ, બીડી,
દારૂ વગેરેના વ્યસનોથી શરીરનો દુરુપયોગ નહિ કરું. ૪. આજ મારા મનને સબળ બનાવવા પ્રયત્ન કરીશ. હું | ઉપયોગી વાતો શીખીશ. મારા વિચારોને ભટકવા
નહિ દઉં ! ૫. આજ મારો સ્વભાવ સારો રાખીશ. ધીરે બોલીશ. નમ્ર
રહીશ. બીજાની પ્રશંસા કરવામાં ઉદાર રહીશ.
કોઇની ટીકા નહિ કરું. ૬. આજે હું વર્તમાન સમસ્યા ઉકેલવામાં પ્રયત્ન કરીશ.
જીવનની બધી સમસ્યા એકી સાથે નહિ લઉં ! ૭. આજે હું કાર્યક્રમ બનાવીશ. ૮. આજે અર્ધા કલાક આરામથી બેસીને પરોપકારના
| વિચારો કરીશ. આંતરદૃષ્ટિ પ્રાપ્ત થાય માટે. ૯. આજે હું નિર્ભય રહીશ. એક મિનિટમાં.. Cછે વિશ્વમાં અંદાજે ૫૪૪૦ બાળકો જન્મે છે. cછે પ્રાયઃ ૪૬૩૦ લોકો મૃત્યુ પામે છે.
આકાશગંગા • ૫૯ -