________________
ઉપકાર કે બાદ. કિસીકા ઉપકાર કરકે ભૂલ જાઓ. કિસીસે ઉપકાર કરાકે મત ભૂલો; કિસીકો દેકર ભૂલ જાઓ. કિસીસે લેકર મત ભૂલો. દુર્ગુણો જોઇ શું કરવું? કોઇના દુર્ગણ ન જુએ તે ઉત્તમોત્તમ. દુર્ગણ જુએ પણ કહે નહિ તે ઉત્તમ. દુર્ગુણ જોઇ તેને જ કહે તે મધ્યમ. દુર્ગુણ જોઇ દુર્ભાવ કેળવે તે અધમ. દુર્ગુણની નિંદા ફેલાવે તે અધમાધમ. છે. વાસના :
બાળપણ : મીઠાઇની વાસના. યૌવન : સ્ત્રીની વાસના. ઘડપણ : લોભની વાસના. છે. પાંચ ચંડાળ : ૧. ફૂટ સાક્ષી ૨. મૃષાભાષી ૩. કૃતજ્ઞ ૪. દીર્ઘ રોષી ૫. જન્મ ચંડાળ પુરુષ અને વાણી : છે મહાપુરુષ : પહેલા હૈયું બોલે પછી વાણી. cછે મધ્યમ : પહેલા વાણી બોલે પછી હૈયું. છે અધમ : પહેલા વાણી બોલે અને પછી પણ વાણી .
આકાશગંગા • ૫૪
નિર્માણ કરે છે : અધ્યયન જ્ઞાનપૂર્ણ માનવ સંમેલન દક્ષ માનવ લેખન એક્ઝટ માનવનું નિર્માણ કરે છે.
- બેકન અધૂરો છલકાય : અલ્પ પાણીવાળો ઘડો ઘણો છલકાય છે. અલ્પ દૂધવાળી ગાય ઘણી ચંચળ હોય છે. અલ્પજ્ઞાની વધુ અભિમાની હોય છે.
અને કદરૂપો માણસ અધિક ચેષ્ટાવાળો હોય છે. ક સજ્જનના આંસુ : પ્રેમથી ઘાસ પર પડે તો હીરાથી અધિક ઝળકે. માણસ પરના જુલમ જોઇને પડે તો અંગારા બને. કોઇનું દર્દ જોઇને પડે તો આશ્વાસનના બિંદુ બને. ભૂખ્યાને જોઈને પડે તો ઘઉં બની જાય. તરસ્યાને જોઇને પડે તો અમૃતની ધારા બની જાય. ક દુજેનનાં આંસુ : પ્રેમ (?)થી ઘાસ પર પડે તો તે ભડથુ થઇ જાય. બીજા પર થતા જુલમ જોઇને પડે તો બરફ જેવી ઠંડક થાય. દર્દ જો ઇને પડે તો બંદુકની ગોળી બની જાય. ભૂખ્યાને જોઇને પડે તો ગુલામીનું દસ્તાવેજ બની જાય. તરસ્યાને જોઇને પડે તો વિષ-જવાળા બની જાય. સાપ ઝેરી કે માણસ ? સાપ ! તું સભ્ય તો થયો નથી. નગરમાં રહેતાં તો આવડતું નથી.
- આકાશગંગા • ૫૫ -