________________
એવું કરો કે. એવું કામ કરો કે લોકો જોતા જ રહે. એવુ બોલો કે લોકો ધ્યાનથી સાંભળે. એવું વિચારો કે ફરીથી વિચારવું ન પડે. એવું આપો કે જે કંઇક કામનું હોય. એવું લો કે જેથી દાતાનું દિલ ઉલ્લશે. એવું લખો કે હમેશાં વંચાતું રહે. એવું ચાલો જેથી ધૂળ ન ઊડે. (જીવો ન મરે). એવી રીતે રહો કે બધા રાખવા ઇરછે. એવા બનો કે લોકો કહે : “આ અમારા છે.” ઉપકાર વિષે... ઉપકાર કરનાર કરતાં કરેલા ઉપકારને જાણનારા થોડા છે. ઉપકારને જાણનારા કરતાં તેનો બદલો ચૂકવનાર થોડા છે.
જીવનનો પ્રથમ તબક્કો (બ્રહ્મચર્યાશ્રમ) સરવાળો છે; જયાં વિદ્યા, કલા, વીર્ય આદિનો સંગ્રહ (સરવાળો) કરવાનો છે.
જીવનનો બીજો તબક્કો (ગૃહસ્થાશ્રમ) બાદબાકી છે; જયાં પ્રાપ્ત થયેલી શક્તિઓનો ખર્ચ કરવાનો છે.
જીવનનો ત્રીજો તબક્કો (વાનપ્રસ્થાશ્રમ) ગુણાકાર છે; જયાં દરેક પ્રકારના ગુણોની ખૂબ-ખૂબ વૃદ્ધિ કરવાની હોય છે.
જીવનનો ચોથો તબક્કો (સંન્યાસાશ્રમ) ભાગાકાર છે; જયાં પ્રાપ્ત કરેલા તપ-જપ આદિ ગુણોને વહેંચવામાં આવે છે... અર્થાતુ લોકોમાં તેનો પ્રચાર કરવામાં આવે છે. જ અંતરધરતીનો શણગાર : પાત્ર ત્યાગી ગુણે રાગી, ભોગી પરિજનૈઃ સહ / શાસ્ત્ર બોદ્ધા રણે યોદ્ધા, પુરુષઃ પચ્ચલક્ષણઃ ||
પાત્રને આપનાર, ગુણોને ચાહનાર, પરિવાર સાથે ઉપભોગ કરનાર, શાસ્ત્રનો જાણકાર, યુદ્ધ-મેદાનમાં લડનાર માણસ જ ધરતીનો શણગાર છે. એ લોકે કહેશે... જોઇને નહિ ચાલો તો લોકો કહેશે આંધળો છે. વિચારીને નહિ બોલો તો લોકો કહેશે પાગલ છે. ધ્યાનથી નહિ સાંભળો તો લોકો કહેશે બહેરો છે. સ્વચ્છતા નહિ રાખો તો લોકો કહેશે ગંદો છે. ઠગાઇ જશો તો લોકો કહેશે બદ્ધ છે. આડી-અવળી કરશો તો લોકો કહેશે નારદ છે. કામ વિના ફરશો તો લોકો કહેશે નવરો છે. બૈરા-છોકરાને મારશો તો લોકો કહેશે રાક્ષસ છે. ભલા થશો તો લોકો કહેશે દેવ છે.
આકાશગંગા • પર F
કોઇ ઉપકાર માને કે ન માને છતાં જે ઉપકાર કરે તે ઉત્તમ. ‘તે મારો ઉપકાર માને છે માટે જે ઉપકાર કરે તે મધ્યમ. ‘તે મારો ઉપકાર કરશે’ માટે જે ઉપકાર કરે તે જઘન્ય.
કરેલા ઉપકારો ગણવા-ગણાવવા તે ગુનો છે. લીધેલી સેવા ગણવી-ગણાવવી તે સગુણ છે. જ ચાર પ્રકારના પુત્ર : ૧. અતિજાત : બાપથી સવાયા. જેમ કે રામ-લક્ષ્મણ . ૨. અનુજાત : બાપ જેવા, મૂડી સાચવનારા. ૩. અપજાત : બાપની મૂડી ખલાસ કરનારા. ૪. કજાત (કુલાંગાર) : માથાના ગુમડા જેવા. સાતેય વ્યસને પૂરા.
ને આકાશગંગા • ૫૩ -