________________
૧૦. ઉપદેશ આ ઉપદેશ : આપણે ઉપદેશ આપીએ છીએ ટન જેટલો, સાંભળીએ છીએ મણ જેટલો, ગ્રહણ કરીએ છીએ કણ જેટલો !
- અલજર
ઉપદેશકના દોષો તરફ લોકોનું ધ્યાન જલદી ખેંચાય છે.
- લુથર તમે કંદોઇની દુકાને મીઠાઇ લેવા જાવ છો, ત્યારે એવી ચિંતા નથી કરતા કે આ મીઠાઇ કંદોઇ પોતે ખાય છે કે નહિ ? તેમ ઉપદેશ પાસેથી ઉપદેશનો સાર ગ્રહણ કરી લો... તેના જીવનમાં ઊંડા ઊતરવાનું રહેવા દો.
ઉપદેશ કોને અપાય ? ‘ઉપદેશ પાપીને અપાય કે ધર્મીને ?'
‘બંનેને. પાપીને પાપ દૂર કરવા માટે અને ધર્મીને ધર્મમાં વધુ સ્થિર કરવા માટે.”
જેને બધા આપવા ઇચ્છે છે, પણ પ્રાયઃ કોઇ લેવા નથી, ઇચ્છતું તે કઇ ચીજ ? ઉપદેશ, સલાહ !
- રામતીર્થ
છે ઘડપણ ચારને દીન બનાવે છે : વેશ્યા, મલ્લ, ગાયક
અને નોકર. દેવાંશી મનુષ્ય કોણ?
જેનામાં દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્ય, દમ અને દક્ષતા હોય તે. કે આપણે કેવા? Cછે ભૂલ ન કરે તે ભગવાન.
છે ભૂલ કબૂલ કરે તે ઇન્સાન. Cછે ભૂલ કબૂલ ન કરે તે હેવાન,
છે ભૂલ બીજા પર નાખે તે શેતાન. જ ૪ પ્રકારના ધ્યાનથી ૪ પ્રકારના માણસ : ૧. આર્તધ્યાનથી માણસ હેવાન થાય છે. ૨. રૌદ્રધ્યાનથી શેતાન થાય છે. ૩. ધર્મધ્યાનથી ઇન્સાન થાય છે. ૪. શુક્લધ્યાનથી ભગવાન થાય છે. ૪ પ્રકારના મનુષ્ય : ૧. કલા કૌશલ્યથી રહિત કીડા કે પતંગ જેવા છે. ૨. પેટ ભરવા માટે કલા કૌશલ્ય શીખનારા પશુ-પક્ષી
૧૧. માનવ )
૩. ધર્મ કલા શીખનારા મનુષ્ય જેવા છે. ૪. બીજામાં ધર્મપ્રચાર કરનારા દેવ જેવા છે. • હે માનવી ! Cછે પુષ્ય કદી કહેતું નથી : હું ખીલીશ નહિ. Cછે સૂર્ય કદી કહેતો નથી : હું ઊગીશ નહિ. » ચંદ્ર કદી કહેતો નથી : હું ચમકીશ નહિ.
ન આકાશગંગા • ૪૩
- ઘડપણ : છે ઘડપણ ચારને શોભાવે છેરાજા, મંત્રી, વેદ અને યોગી.
ન આકાશગંગા • ૪૨ |