________________
૪. કર્મવાદ ૫. નિયતિવાદ છ પ્રકારની વાણી ન બોલો : ૧. અસત્ય ૨. તિરસ્કાર ભરી ૩. કઠોર ૪. ગામડિયાની જેમ વિચાર્યા વિના ૫. ઝગડો ઊભો થાય તેવી ૬. કષાયથી ભરેલી
- ઠાણંગ ૬/૫૨૭ ચાર પ્રકારના ઘડા અને માનવ : ૧. મધનો ઘડો, મધનું ઢાંકણ. ૨. મધનો ઘડો, ઝેરનું ઢાંકણ. ૩. ઝેરનો ઘડો, મધનું ઢાંકણ. ૪. ઝેરનો ઘડો, ઝેરનું ઢાંકણ. માણસ ૧. શુદ્ધ હૃદય, મધુર વાણી. ૨. શુદ્ધ હૃદય, કટુ વાણી.. ૩. કલુષિત હૃદય, મધુર વાણી. ૪. કલુષિત હૃદય, કટુ વાણી.
- ઠાણંગ ૪/૪ છે. ભાષાના પ્રકાર :
૧. આલાપ : થોડું બોલવું. ૨. અનાલાપ : કુત્સિત (ખરાબ) બોલવું.
| આકાશગંગા • ૪૦ |
૩. ઉલ્લાપ : મર્યાદા ઓળંગીને બોલવું. ૪. અનુલ્લાપ : મૌન રહેવું. ૫. સંલાપ : પરસ્પર બોલવું. ૬. પ્રલાપ : વ્યર્થ બબડાટ કરવો. ૭. વિપ્રલાપ : વિરુદ્ધ વાણી બોલવી.
- ઠાણંગ-૭ કાયર અને વીર :
» જીભનો દુરુપયોગ કરે તે કાયર. જેમ કે કૂતરો. ce જીભનો દુરુપયોગ ન કરતાં માત્ર કાર્ય કરે તે વીર.
જેમ કે સિંહ. વાણીના આઠ ગુણો : ૧. મધુરતા ૨. નિપુણતા ૩. અલ્પતા ૪. સકારણતા ૫. નમ્રતા ૬. અતુચ્છતા ૭. બુદ્ધિ યુક્તતા ૮. ધર્મ સંયુક્તતા
- ઉપદેશમાળા
ઓહ ! એક તમે તો મારી સભામાં શ્રોતા તરીકે રહ્યા. બહુ જ સરસ !'
જલ્દી તમારું ભાષણ પૂરું કરો. તમારા પછી મારે બોલવાનું છે.”
ન આકાશગંગા • ૪૧ |