________________
cછે સાગર કદી કહેતો નથી : હું ઘુઘવીશ નહિ. છે તો હે માનવી ! તું એમ કેમ કહે છે કે,
હવેથી હું કર્તવ્ય કરીશ નહિ ? ક્યાં કોણ વસે છે? છે આળસમાં પશુતા વસે છે. (તમોગુણ) છે ક્રિયામાં જીવન વસે છે. (રજોગુણ) Cછે વિવેકમાં મનુષ્યત્વ વસે છે. (સત્ત્વગુણ) માનવ દેહનું મૂલ્ય : મનુષ્યના શરીરની ચરબીથી સાત ગોટી સાબુ, કાર્બનથી નવા હજાર પેન્સિલ બની શકે અને તેમાં રહેલા પાણીથી દસ ગેલનનું વાસણ ભરી શકાય.
એટલે ભૌતિક દૃષ્ટિએ માનવ-શરીરનું ઝાઝું મૂલ્ય નથી, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તે અમૂલ્ય છે. સર્વ શાસ્ત્રોમાં માનવ ભવ અમૂલ્ય : & જૈનનો ઉત્તરાધ્યયનમાં cછે બૌદ્ધોના ધમ્મપદમાં cછે શંકરાચાર્યના વિવેકચૂડામણિમાં છે મુસ્લિમોના કુરાનમાં a વૈદિકોના વેદ-ઉપનિષદોમાં છે વૈષ્ણવોના રામાયણ-મહાભારતમાં છે ખ્રિસ્તીઓના બાઇબલમાં પેટ ભરી-ભરીને માનવ-અવતારની પ્રશંસા કરવામાં આવી છે અને માનવતાની માંગણી કરવામાં આવી છે.
| આકાશગંગા • ૪૪ |
તું “માણસ” તો થા :
હે માનવ ! તું વકીલ, ડૉકટર, સંગીતકાર, ન્યાયાધીશ, સેનાપતિ, મંત્રી કે પ્રધાનમંત્રી પછી બનજે, પહેલા તું “માણસ” બનજે. માત્ર આકૃતિથી માણસ તું બની ગયો છે, પણ પ્રકૃતિથી તું કદાચ “માણસ” નથી બન્યો. માણસાઇ મેળવવાની હજુ બાકી છે. પ્રભુ પાસે માંગણી કરતાં કહેજે : ‘હું માનવી માનવ થાઉં તો ઘણું !' - માનવતાના ૪ લક્ષણ : ૧. ધર્મ તરફ લઇ જનારી નીતિ ૨. નમ્રતા ૩. નિર્ભયતા ૪. પરોપકાર
- પ્લેટો જ માનવતાના ચાર અંગ : ૧. વિવેક શીલતા ૨. ન્યાયપ્રિયતા ૩. સહિષ્ણુતા ૪. વીરતા માનવ ભવ રૂપી શાલ : બાદશાહે મંત્રીને કિંમતી રેશમી શાલ ભેટ આપી. મૂર્ખ મંત્રીએ તેનાથી નાક સાફ કર્યું. રાજાને ખબર પડતાંતરત જ તેની પાસેથી મંત્રી મુદ્રા આંચકી લીધી.
મનુષ્યજન્મ રૂપી રેશમી શાલનો ઉપયોગ આપણે કેવો કરીએ છીએ?
દુર્લભ છ વસ્તુઓ : ૧. માનવ ભવ ૨. આર્યક્ષેત્ર
ન આકાશગંગા • ૪૫