________________
- સાધુ પ્રાયોગ્ય પાંચ પ્રકારના વસ્ત્ર : ૧. ઊનના ૨. રેશમના ૩. શણના ૪. કપાસના (સુતરાઉ). ૫. ઘાસ કે ઝાડની છાલના
- ઠાણંગ પ/૩/૪૪૫ છ કારણે આહાર : ૧. સુધા વેદનીયને શાંત કરવા. ૨. વેયાવચ્ચ-સેવા કરવા. ૩. ઇસમિતિ પાળવા. ૪. સંયમ પાળવા. ૫. પ્રાણ ધારણ કરવા. ૬. ધર્મચિંતન કરવા.
- હાસંગ ૬ ત્રણ ભિક્ષા : ૧. સર્વસંપન્કરી : સાધુને નિર્દોષ દાન. ૨. પૌરુષષ્મી : વેષધારીને દાન. ૩. વૃત્તિ ભિક્ષા : આંધળા, બહેરાને આપવું.
- અષ્ટક પ્રકરણ દશ સ્થવિર : ૧. ગ્રામ સ્થવિર : ગામમાં મોટો. ૨. નગર સ્થવિર : નગરમાં મોટો. ૩. રાષ્ટ્ર સ્થવિર : દેશમાં મોટો. ૪. પ્રશસ્ત સ્થવિર : પ્રશસ્ત-શ્રેષ્ઠ પુરુષોમાં મોટો.
ન આકાશગંગા • ૩૦ |
૫. કુલ સ્થવિર : કુલમાં મોટો. ૬. ગણ સ્થવિર : ગણમાં મોટો. ૭. સંઘ સ્થવિર : સંઘમાં મોટો. ૮. જાતિ સ્થવિર : જન્મથી (ઉંમરમાં) મોટો. ૯. શ્રુત સ્થવિર : જ્ઞાનથી મોટો. ૧૦. પર્યાય સ્થવિર : દીક્ષા પર્યાયથી મોટો.
- ઠાણંગ ૧૦/૭૬ ૧, સમવાયાંગ-૧૦ - સાધુને વિવિધ ઉપમાઓ : cછે સાપ: સાપની જેમ મુનિ પોતાના માટે ઘર ન બનાવે,
આહાર કરતાં સ્વાદ (આસક્તિ) ન લે, સંયમની જ
એક આંખ રાખે. Cછે પર્વત: પરિષદના પવનથી પવનની જેમ અડોલ રહે. છે અગ્નિ : અગ્નિની જેમ તપના તેજથી ઝળહળે.
સુત્રાર્થ રૂપી બળતણથી તૃપ્ત ન થાય. સારા-નરસા લાકડા રૂપી આહારને સમાન ભાવે આરોગે. સાગર : સમુદ્રની જેમ ગંભીર. જ્ઞાનાદિ રત્નોના ભંડાર તથા કદી મર્યાદાનું ઉલ્લંઘન નહિ કરનાર.
આકાશ : ગગનની જેમ નિર્લેપ અને નિરાલંબી રહે. છે વૃક્ષ : ઝાડની જેમ સુખ-દુ:ખમાં સમાન રહે. મુક્તિ
માર્ગના મુસાફરનો, છાયા (સાંત્વના) અને ફળો
આપી થાક ઉતારે. cછે ભમરો : ભમરાની જેમ અનિયત વૃત્તિથી આહાર
ગ્રહણ કરે. Cછે મૃગ : હરણની જેમ સંસારથી ભયભીત રહે. છે પૃથ્વી : ધરતીની જેમ બધું જ સહન કરે.
ન આકાશગંગા • ૩૧