________________
રવિ : સૂર્યની જેમ સૌને ભેદભાવ વિના પ્રકાશ આપે. સન્માર્ગનું પ્રકાશન કરે. પાપ-અંધકાર દૂર કરે. કર્મકાદવનું શોષણ કરે. ભવ્ય-કમળોને ખીલવે.
કમળ ઃ ભોગના કાદવથી અલિપ્ત રહે. સંયમની સુગંધ રેલાવે. ધાર્મિક ભ્રમરોને આકર્ષે.
પવન : વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહારી બને. - દશવૈકાલિક નિયુક્તિ (અનુયોગદ્વાર-૫)
* મુનિનું કુટુંબ :
ઓ મુનિ ! તમે પણ કુટુંબવાળા નથી ?
ધૈર્ય તમારા પિતા છે.
ક્ષમા તમારી માતા છે.
પરમાર્થ તમારો મિત્ર છે. મોક્ષ રિચ તમારી માસી છે.
જ્ઞાન તમારો સુપુત્ર છે.
કરૂણા તમારી પુત્રી છે. મતિ તમારી પુત્રવધૂ છે. સમતા તમારી પત્ની છે.
ઉદ્યમ તમારો દાસ છે.
વિવેક તમારો ભાઇ છે.
* ચાર સંયમ :
૧.
૨.
૩.
૪. ઉપકરણ સંયમ
મન સંયમ
વચન સંયમ
શરીર સંયમ
આકાશગંગા - ૩૨
- ઠાણંગ ૪/૨/૩૧૦
* વિશ્વનો સાર :
જગતનો સાર ધર્મ
→ ધર્મનો સાર જ્ઞાન જ્ઞાનનો સાર સંયમ
→ સંયમનો સાર મોક્ષ
૪.
૫.
- આચારાંગ નિયુક્તિ ૨૪૪
* સંયમીના પાંચ નિશ્રા સ્થાન (આલંબન) :
૧. છ કાયના જીવો
૨. ગચ્છ-સમુદાય
૩.
રાજા
ગાથાપતિ (મકાન માલિક)
શરીર
- ઠાણંગ ૫/૩/૪૪૭
* ચાર પ્રકારની દીક્ષા :
૧. ઇહલોક પ્રતિબદ્ધા : આજીવિકા ચલાવવા માટે લેવામાં આવતી દીક્ષા.
૨. પરલોક પ્રતિબદ્ધા ઃ સ્વર્ગાદિ પારલૌકિક ભૌતિક સુખો મેળવવા લેવામાં આવતી દીક્ષા.
૩. ઉભયલોક પ્રતિબદ્ધા : આ ભવમાં આજીવિકા માટે તથા પરલોકમાં સ્વર્ગાદિના ભૌતિક સુખ માટે બંને માટે લેવામાં આવતી દીક્ષા.
૪. અપ્રતિબદ્ધા : આત્મવિશુદ્ધિ સિવાય કોઇ પણ જાતની ઇચ્છા રાખ્યા વિના લેવામાં આવતી દીક્ષા.
- ઠાણંગ ૪/૪/૩૫૫ આકાશગંગા - ૩૩