________________
છે. ભાવવાહી શબ્દો ઘણું કહી જાય તેવા છે. આ પ્રકાશનોની એક વખત ઉડતી મુલાકાત લેવા જેવી છે.
- શાંતિસૌરભ, એપ્રિલ-૧૯૯૨
-: બજે મધુર બંસરી :(લેખક ઉપર મુજબ), પ્રાપ્તિ સ્થાન : ચંદ્રકાંત જે. વોરા, ‘ફૂલવાડી’ ભચાઉ-૩૭૦ ૧૪૦ (જિ. કચ્છ), પૃષ્ઠ : ૨૦૦, ‘શાંતિસૌરભ' માસિકમાં પ્રકટ થયેલા ૨૮ કથા પ્રસંગો આ પ્રકાશનમાં સંગૃહીત કરવામાં આવ્યા છે. જૈન શાસનના સાગરમાં સંઘરાયેલા અણમોલ રત્નો જેવા આકમનીય કથા પ્રસંગો ખૂબ જ હૃદયંગમ બને તેવા છે. - વિદ્વાન-પ્રવચનકાર-લેખક પૂજયશ્રીની કલમે આલેખાયેલા આ કથાલેખો ઘણું ઘણું કહી જાય તેવા છે. શાં સૌ ના વાચકો પૂજયશ્રીની કલમથી સુપેરે પરિચિત છે. પૂજયશ્રીનાં પ્રકાશનો ખાસ વાંચવા વસાવવા જેવા છે. (કિંમત લખી નથી).
- શાંતિનાથ સૌરભ, એપ્રિલ-૧૯૯૨
-: બજે મધુર બંસરી :‘કલ્યાણ'ના વાચકો માટે જેમની લેખિની જાણીતી જ નહિ, માણીતી પણ છે, એ શ્રદ્ધેય લેખકશ્રીએ જૈન ઇતિહાસમાંથી વીણી-વીણીને રજૂ કરેલી ૨૮ વાર્તાઓનો સંગ્રહ, આકર્ષક ટાઇટલ અને મુદ્રણમાં ‘બજે મધુર બંસરી'ના નમણાં નામ સાથે રજૂ થયો છે. એક એક વાર્તાનું શબ્દઘડતર દિલ-દિમાગને આશ્ચર્યથી ભરપૂર બનાવી દે એવું રસાળ અને માર્મિક છે. જૈન ઇતિહાસના તેજસ્વી પાત્રોના પુણ્યદર્શન પામવા હોય તો આ પ્રકાશનના માધ્યમે જે મધુર બંસરી વાગી રહી છે એના નાદ કાન દઈને સાંભળવા જેવા છે. પૂજ્યશ્રીની કલમમાં પ્રાચીન કથાને અર્વાચીન ઘાટ આપવાની જે કળા વરેલી છે, એના દર્શન પાને-પાને કરાવતો આ વાર્તા સંગ્રહ જરૂર લોકપ્રિય નીવડશે. પૂજયશ્રીની સાહિત્ય યાત્રા અવિરત આગેકૂચ કરતી રહે અને આવા પ્રકાશનો આપણને મળ્યા કરે, એ જ કામના. - ‘કલ્યાણ’ વર્ષ-૪૯, અંક-૪-૫, જુલાઇ-ઓગષ્ટ, ઇ. સ. ૧૯૯૨
-: કભી ધૂપ કભી છાંવ :(લેખક ઉપર મુજબ), પ્રાપ્તિ સ્થાન : સિલ્વર એન્ટર પ્રાઇઝ-૨૩૧, નરશી નાથી સ્ટ્રીટ, ભાતબજાર, દેરાસરની સામે, મુંબઇ (મૂલ્ય છાપેલ નથી), પૃષ્ઠ : ૬૪ - પ્રાચીન કથા સાહિત્યની રસપ્રદ ધનદત્તની કથા ‘કભી ધૂપ કભી છાંવ' અને ચારૂદત્તની કથા - ‘થોભો ! નહિતર થાકી જશો'ના હેડીંગથી અનુક્રમે ‘કલ્યાણ’ અને ‘સમાજધ્વનિ' સામાયિકમાં છપાયેલ – જે કથા અહીં પ્રકાશિત થાય છે. બંને રસપ્રદ કથાઓ વાંચવા માટે શરૂ કર્યા પછી એક જ ધડાકે પૂરી કર્યા વિના ચાલે તેવી નથી. પૂજય મુનિશ્રી કથા આલેખનની શૈલી સૌમ્ય અને રસપ્રદ
| આકાશગંગા • ૨૯૬ +
‘જ્ઞાન ભણવું સહેલું છે, પણ તેમાં અહંકાર ન આવવા દેવો મુશ્કેલ છે. ક્રિયા કરવી સહેલી છે, પણ તેમાં નિંદા ન આવવા દેવી મુશ્કેલ છે. શક્તિ પ્રાપ્ત કરવી સહેલી છે, પણ તેમાં
| આકાશગંગા • ૨૯૦ |