________________
ઇતિહાસ-પ્રવાહને મુનિશ્રી મુનિચંદ્રવિજયજીએ નિજી પ્રાસાદિક શૈલીમાં આલેખન કરેલ છે.
અનેક કવિઓ, લેખકો, વિદ્વાનો, કલાકારોએ નિજી રચનાઓ દ્વારા ગુજરાતી ઇતિહાસના આ બંને પ્રતાપી પુરુષોના યશોગાન કરતા રહ્યા છે.
એમ કહેવાયું છે કે ‘સંતોને લોક-સુલભ ભાષામાં ઉપદેશ આપવાની હથોટી હોય જ છે.' જેની પ્રતીતિ આ પુસ્તકના વાચકને પણ થાય છે – મુનિશ્રીએ પ્રયોજેલી ને આ પુસ્તકના પાને-પાને પથરાયેલી સુબોધક ચિંતન કણિકાઓ દ્વારા.
- કચ્છમિત્ર
***
-: જ્ઞાનસાર ઃ(ગદ્યપદ્યાનુવાદ સહિત)
અનુવાદક : પૂ. મુનિરાજશ્રી મુનિચંદ્રવિજયજી મ. પ્રકાશક : ગાગોદર જૈન સંઘ
તા. રાપર, જી. કચ્છ, ગાગોદર - ૩૭૦ ૧૪૫, ૩૨ પેજી ડેમી સાઇઝ,
પેજ : ૧૩૬, મૂલ્ય : ૧૦
પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરશ્રીની અમરરચના જ્ઞાનસાર ચિંતન કાવ્ય પર ગદ્ય અને પદ્યમાં શ્લોકાનુવાદ રજૂ કરતી આ પ્રથમ જ કૃતિ પ્રસિદ્ધિ પામી રહી છે. જે જ્ઞાનસારનો શ્લોકાર્થ સમજવા ખૂબ જ ઉપયોગી નીવડી શકે એવી છે. આકર્ષક રૂપ-રંગમાં પ્રસિદ્ધ થયેલ આ પુસ્તિકાનું મુખપૃષ્ઠ પણ આકર્ષક છે. ચતુરંગી સ્ક્રીનમાં મુદ્રિત મુખપૃષ્ઠ ધરાવતી આ કૃતિ દ્વારા પૂ. મુનિશ્રીએ ટૂંકા છતાં ચોટદાર શબ્દોમાં આકાશગંગા ૦ ૨૯૪ -
જ્ઞાનસારને પદ્ય-ગદ્યમાં રૂપાંતરિત કરીને મુમુક્ષુ-જીવોને સ્વાધ્યાયનું એક સુંદર આલંબન પૂરું પાડ્યું છે. પૂ.આ.શ્રી કલાપૂર્ણ સૂ.મ.ના આશીર્વાદથી પ્રકાશિત આ કૃતિ ‘જ્ઞાનસાર’ના પ્રચાર - પ્રસારમાં પોતાનો ફાળો નોંધાવી જશે, એ નિઃશંક છે. 'કલ્યાણ', નવેમ્બર-૧૯૮૭
✰✰✰
-: ઇસે જિંદગી કહતે હૈ :
પૂ. મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મ. (આ.વિ. કલાપૂર્ણસૂરિજી મ.ના સમુદાયના) પ્રકાશક : કારીઆ મણસી લખધીર પરિવાર, મુ.પો. મનફરા, તા. ભચાઉ (જિ. કચ્છ), કિંમત : રૂા. ૩૦/-, પૃષ્ઠ : ૧૬૦, પાકું બાઇન્ડીંગ, લેઝરપ્રિન્ટ, વસ્તુપાળ-તેજપાલની તેજસ્વી ઐતિહાસિક તવારીખ જૈન જગતની જાહોજલાલી વધારતી આજ સુધી અકબંધ રહી છે. તેને પૂજ્ય મુનિરાજશ્રી ઓજસ્વી ભાષામાં અહીં રજૂ કરી રહ્યા છે. મુનિરાજશ્રીની વાર્તા રજૂ કરવાની રીત ખૂબ રઢિયાળી છે. સહેજ પણ કંટાળો ન આપતી ભાષા પદ લાલિત્ય સહિત - નિર્મળ ગંગાની જેમ વહેતી રહે છે. જૈન જગતના દૈદિપ્યમાન સૂરજ-ચાંદા જેવી બંધવબેલડીનાં પુણ્યતેજનો નિખાર પાને પાને જોવા મળશે. જૈન જગતના ઇતિહાસને વફાદાર રહી સુચારૂ રૂપે કથાને વહેતી મૂકવી - ક્યાંય પરિધિ બહાર ન જવું - એ જ મુનિશ્રીનું સાત્ત્વિક બળ છે. અનેક ગ્રંથોમાં વર્ણવાયેલી આ કથા અહીં સુંદર રીતે સજાવટ પામી બહાર આવી છે. લેખક - પ્રકાશક આપણા અભિનંદનના અધિકારી બન્યા છે. શાંતિસૌરભ, એપ્રિલ-૧૯૯૨
**
આકાશગંગા ૦ ૨૯૫ -