________________
બારી : શાની ડંફાસ ઠોકે છે? તું ભલે ગમે તેટલો મોટો હોય તોય માલિકને તારા પર જરાય વિશ્વાસ નથી. રાતે કે બહાર જાય ત્યારે તરત જ તને બંધ કરી દેવામાં આવે છે. કારણ કે તું ચોર-ડાકુને રોકી શકતો નથી. હું તો માલિકની પરમ વિશ્વાસુ છું. તેથી મને સદા ખુલી રાખવામાં આવે છે અને હું માલિકને સદા હવા અને પ્રકાશ આપું છું. સોય અને ચારણી : ચારણી : અલી સોયબેન ! તમારામાં તો કાણું છે.
સોય: ભલી ચારણીબેન ! મારામાં તો એક જ કાણું છે, પણ તમારામાં તો કાણી જ કાણા છે. - ઊંટ અને હાથી :
ઊંટ : ભલે લોકો તને મારા કરતાં મોટો ગણતા હોય કે કિંમતી ગણતા હોય, પણ તારા દેદાર તો જો . તારી સૂંઢ વાંકી છે અને દાંત પણ વાંકા છે.
હાથી : મારા તો એક-બે અંગ જ વાંકા છે, પણ તારા તો અઢારેય અંગ વાંકા છે, એનું શું ? - રાત “પડી’ :
રાતરાણી સૂરજ નારાયણ સાથે લગ્ન કરવા દોડી... સૂરજ પશ્ચિમમાં ડૂબી ગયો, પણ તે પહોંચી શકી નહિ. સૂરજને પકડી શકી નહિ. એક જોરદાર ઠેસ વાગતાં તે પડી ગઇ. તેના વિખરાયેલા વાળ અંધકાર બની બધે જ ફેલાઇ ગયા. તેના તૂટેલા હારના મણિઓ તારા બની ગયા. તેને નીચે પડી ગયેલું સિંદૂર સંધ્યા બની ગઇ. તેની તૂટેલી બંગડી ચંદ્ર બની ગઇ ! સાચે જ રાત પડી’ ગઈ !
| આકાશગંગા • ૨૦૪F
* ચકોરનો આપઘાત :
સવારે ચિત્તામાં સળગી મરવા તૈયાર થયેલા ચકોરને જોઇને કોઇએ પૂછ્યું : ‘તું આ શું કરે છે ?”
આપઘાત કરું છું.' કંઇ કારણ ?” ‘ચંદ્રના વિરહના કારણે.' ‘પણ મરવાથી ચંદ્ર મળશે ?'
હા... જરૂર મળશે.' ‘શી રીતે ?”
‘સાંભળો ! મરી ગયા પછી હું રાખ બની જઇશ અને ક્યારેક પાર્વતી સાથે ફરતા-ફરતા શંકર અહીં આવી પહોંચશે. તેઓ શરીરે રાખ (મને) લગાડશે ત્યારે મને ચંદ્રનું દર્શન જ નહિ, પણ મિલન પણ થઇ જશે. મેં સાંભળ્યું છે કે શંકરની જટા પર ચંદ્ર છે. તેમનું નામ પણ ચંદ્રશેખર છે. બસ આ જ કારણે હું બળી રહ્યો છું.” ને ચકોરે અગ્નિમાં ઝંપલાવ્યું.
- કાલિદાસ * ફૂલ અને ફળ : ફૂલે ફળને પૂછ્યું : તું મારાથી કેટલે દૂર છે? ફળે કહ્યું : હું તારા દિલમાં જ છૂપાયેલો છું. (તમારા કાર્યની પાછળ જ ફળ છૂપાયેલું છે. ફળ માટે અધીરા ન બનો - એવું સૂચિત કરેલું છે.)
- ટાગોર * * * આકાશગંગા • ૨૦૫ -