________________
૧૦. પતિવ્રતાની જેમ પતિ પાસે જતાં જ હું મારો સ્વભાવ
તેવો જ (ખારો) બનાવી દઉં છું. ૧૧. નારી ! ૨ડ નહિ. આજનો પુરુષ તારી જેમ મને પણ
બાંધીને ગમે ત્યાં લઇ જવા લાગ્યો છે. ૧૨. ઠીક છે. જો મને બાંધતાં-બાંધતાં માણસ પોતાની
વૃત્તિને પણ બાંધવાનું શીખી જાય. ૧૩. હોઇ શકે છે કે બંધાયેલી કોઇ નારીએ જ પુરુષને કહ્યું
હોય કે તમે મને બાંધીને જેમ ઘર વસાવ્યું તેમ નદીને
પણ બાંધીને રાષ્ટ્ર વસાવો. ૧૪. જે પોતાની મેળે ‘કંઇક' બની શકે છે, તે જ આગળ
વધી શકે છે, જેમ કે હું. ૧૫, જે બીજા વડે ભલે ને કેટલાય મહાન બનાવી દેવાય !
પણ તે ત્યાં જ રહી જાય છે. જેમ કે તળાવ. ૧૬ , નારીની તો ખબર નથી, પણ મારો તો અનુભવ છે
કે બંધાયા પહેલા હું અધિક પવિત્ર હતી. ૧૭. એ તો છે જ કે બંધાયા પછી પણ મારો અને નારીનો
ઘણો ભય રહ્યા જ કરે છે. ૧૮. મને લેવા કોઇ આવતું નથી, પણ આજની સ્ત્રીની જેમ
હું સ્વયમેવ સાસરે ચાલી જાઉં છું; શરમ વિના ! ૧૯. મારા પતિદેવ કહે છે કે આત્મામાં ડૂબો તો ગુણરત્નો
મળે તેમ મારામાં ડૂબકી મારો તો રત્નો મળે. ૨૦. અસ્પૃશ્યતા નિવારણની બાંગ પોકારનારા લોકો પણ
મારા સાસરાનું પાણી પીતા નથી. ૨૧. ભોળી સ્ત્રીની જેમ હું પણ જાણી શકી નહિ કે મારા પતિદેવ અંદરથી કેવા છે.
ન આકાશગંગા • ૨૦૨ -
૨૨. જે સ્ત્રીએ મારી જેમ સમર્પણ શીખ્યું નથી, તે સુખ
શાંતિની આશા છોડી દે. છે ખબર નથી :
ફૂલ : હું તો સુવાસ રેલાવીશ. દુનિયાની દુર્ગધ દૂર થશે કે નહિ ? તેની મને ખબર નથી,
તારા : હું તો પ્રકાશ ફેલાવતો રહીશ. જગતનો અંધકાર દૂર થશે કે નહિ ? તેની મને ખબર નથી.
બિંદુ: હું તો વરસીશ. તળાવ ભરાશે કે નહિ ? ખેતી થશે કે નહિ ? તેની મને ખબર નથી. - એક સૂત્રમાં શ્વાન, યુવાન અને મધવા(ન) :
‘ઓ બાળા ! તું એક જ સૂત્ર (દોરા)માં કાચ, મણિ અને સોનાને કેમ પરોવી રહી છે ?'
મને શું ટોકો છો? પેલા મહાન વૈયાકરણી પાણિનિએ તો વ્યાકરણના એક જ સૂત્રમાં શ્વાન, યુવાન અને મઘવા (ઇન્દ્ર)ને પરોવી દીધા છે !” કલી બોલી : ‘કલી ! તું કેમ હસે છે ?' ‘હું ફૂલ બનવાની છું માટે.' ‘ફૂલ બન્યા પછી તો તને માળી તોડી નાખશે.” ‘આખરે મરવાનું તો છે જ... પરંતુ મર્યા પહેલા સુગંધ તો ફેલાવતી જાઉં !' છે બારી અને દરવાજો :
દરવાજો : હું મોટો છું. મારા દ્વારા જ પ્રવેશ-નિર્ગમ થઇ શકે છે. મારું જગતમાં માને છે.
ન આકાશગંગા • ૨૦૩F