________________
૩. દેહની વાસનાઓ ૪. શહેરના રાજદ્રોહો ૫. કુટુંબના કલેશો સાથે
- પાયથાગોરસ દુશમનો બનાવવાની સરળ રીતો ! ૧. કોઇને બિનજરૂરી શિખામણ આપો. ૨. સામી વ્યક્તિનો દૃષ્ટિકોણ સમજયા વિના જ મોટા
અવાજે બૂમાબૂમ કરી મૂકો. ૩. કડવી ટીકાઓ કરવાની એક પણ તક જતી કરશો નહિ. ૪. ધારદાર અને મર્મવેદી સત્ય બોલો. ૫. દોઢ ડહાપણ કરવાનું તો કદીયે ચૂકશો નહિ. ૬. કોઇ દિવસે કોઇની પૂરી વાત તો સાંભળશો જ નહિ. ૭. પોતાની જાત સિવાય કોઇને મહત્ત્વ આપશો નહિ. ૮. પોતાના સ્વાર્થ સિવાય કોઇનેય આગળ કરશો નહિ. ૯. બીજાની પ્રશંસા ભૂલે-ચૂકે પણ કરશો નહિ અને છેલ્લી
વાત... કાનમાં કહી દઉં ? પોતાની પ્રશંસા કરવાનો
એક પણ અવસર છોડશો નહિ. જો તમે આવું કરતા રહેશો તો તમારા દુશ્મનોની સંખ્યા વધતી જ રહેશે. તમારું જીવન અસત્ય, અશિવ અને અસુંદરંથી ભર્યું-ભર્યું થઇ જશે. પેલી નરક તો કોણે જોઇ છે ? પણ તમને તો અહીં જ નરકના પ્રત્યક્ષ દર્શન થશે ! અરે ! તમારું જીવન જ નરક બની જશે ! આ અમારા આગમનથી તેઓ ભાગી જાય છે...
જંગલમાં જતા કોઇ માણસને ચાર સ્ત્રીઓ મળી. એમના નામો હતા : બુદ્ધિ, લજજા, હિંમત અને તંદુરસ્તી.
| આકાશગંગા • ૨૧૪ -
માણસે પૂછ્યું : ‘તમે ક્યાં રહો છો ?”
અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.”
જવાબ સાંભળીને તે આગળ ચાલ્યો ત્યારે તેને ચાર પુરુષ મળ્યા. તેમના નામ હતા : ક્રોધ, લોભ, ભય અને રોગ. માણસે પૂછ્યું : ‘તમે ક્યાં રહો છો ?'
અમે ચારેય ક્રમશ: મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.”
અરે ! ત્યાં તો પેલી સ્ત્રીઓ રહે છે !' ‘તમારી વાત ખરી... પણ અમારું આગમન થતાં જ તેઓ ઘર છોડીને ભાગી જાય છે.”
ક્રોધથી બુદ્ધિ, લોભથી લજજા, ભયથી હિંમત અને રોગથી તંદુરસ્તી નષ્ટ થાય છે.
આળસ : આળસ અવગુણોનો બાપ છે. ગરીબાઇની મા છે. રોગની બહેન છે અને જીવતાની કબર છે. ૪ થી શરમાશો નહિ : ૧. જૂના કપડાથી. ૨. જૂના મિત્રોથી. ૩. ઘરડા મા-બાપથી. ૪. સાદાઇપૂર્વક રહેવાથી.
| આકાશગંગા • ૨૧૫