________________
૪૯. લોકસંજ્ઞા
જેટલું જીવન સારું તેટલા વિરોધીઓ વધારે. ઊંચું જોશો તો લોકો કહેશે : અભિમાની છે. નીચું જોશો તો કહેશે : કાંઇ જોતો જ નથી. આંખો બંધ કરશો તો કહેશે : ભજન-કીર્તનનું નાટક કરે છે. આંખો ફોડી નાખશો તો કહેશે : જોયું? કરેલા ભોગવવા જ પડે. આ દુનિયા રીઝવી ન શકાય :
અરે મહાત્મા ! પૂર્વ દિશા તરફ પગ કેમ કર્યા છે? એ દિશામાં તો કાશી જેવું પવિત્ર તીર્થ છે.'
મહાત્માએ પશ્ચિમ તરફ પગ કરતાં બીજા એ કહ્યું : “અરે બાવાજી ! કંઇક સમજો તો ખરા... પશ્ચિમમાં તો દ્વારકા જેવું મહાન તીર્થ છે.'
મહાત્માએ ઉત્તર તરફ પગ કરતાં ત્રીજાએ કહ્યું : ‘બાવાજી... ! તમને આટલીયે ખબર નથી કે ઉત્તર દિશામાં તો બદ્રિનારાયણ છે ?'
દક્ષિણ તરફ પગ કરતાં ચોથાએ કહ્યું : “અય... જોગી...! કંઇક વિચારો. દક્ષિણમાં તો રામેશ્વરમ્ નામનું અતિ પવિત્ર તીર્થ છે. તે તરફ પગ કરાય ?'
મહાત્માજી ઊભા થઇ જતાં પાંચમાએ કહ્યું : “અરે... અરે... તમે આ શું કરો છો ? નીચે તો શેષ ભગવાન છે.'
હવે મહાત્માએ માથું નીચે અને પગ ઉપર (શીર્ષાસન) કરતાં છઠ્ઠાએ કહ્યું : “બાવાજી ! આ શું માંડ્યું છે ? ઉપર તો વૈકુંઠ છે. કંઇક તો વિચારો.”
ન આકાશગંગા • ૨૧૨ +
અકળાઇ ગયેલા મહાત્માજીને સત્ય સમજાયું : દુનિયાને કદી રાજી કરી શકાય નહિ. તમે ગમે તે કરો, પણ એ કંઇક તો દોષ શોધી જ કાઢશે.
તમે જો ચૂપ રહેશો તો દુનિયા કહેશે : જોયો આ બિરાદર? કેવો મીંઢો છે ?
તમે જો બહુ બોલ-બોલ કરશો તો કહેશે : આ બંદાને કંઇ કામ જ નથી. આખો દિવસ બકવાસ ચાલુ ને ચાલુ !
તમે જો મિતભાષી બનશો તો પણ દુનિયા કહેશે : સાવધાન ! આ માણસ બહુ જ ધૂર્ત છે. એની પાસે બોલવા ગયા તો ફસાયા સમજો . દેખાદેખી :
કહેવાય છે કે ઇંગ્લેન્ડના રાજાને ગળે કંઠમાળાનો રોગ થયો. કંઠ ખરાબ ન દેખાય માટે ડૉકટરે સરસ લટકતો પટ્ટો બાંધી આપ્યો. રાજાનો પટ્ટો જોઇ બીજાએ પણ તેનું અનુકરણ કર્યું અને ટાઇની ફેશન નીકળી પડી ! દેખાદેખી તે આનું નામ !
( ૫૦. નીતિ] આ ત્રણ દુઃખના મૂળ : ૧. અહંકાર ૨. અંધકાર ૩. અધિકાર પાંચ સાથે યુદ્ધ કરો : ૧. દેહના રોગ ૨. મનના અજ્ઞાન
| આકાશગંગા • ૨૧૩