________________
* મહાત્મા :
C▸
હાથમાં સુપાત્ર દાન.
મસ્તકમાં ગુરુના આશીર્વાદ. મુખમાં સત્યવચન. ભુજામાં પરાક્રમ. હૃદયમાં પવિત્ર ભાવના.
∞કાનોમાં શાસ્ત્ર શ્રવણ.
* મોટાની વાત ન્યારી !
ગાયનું દૂધ બીજે દિવસે દહીં બની જાય અથવા તો બગડી જાય, પણ ક્ષીરસમુદ્રનું દૂધ આજ સુધી એમને એમ પડ્યું છે. કોઇ વિકાર નહિ, બગાડ નહિ. મોટામાં વિકાર ન હોઇ શકે મારા ભાઇ !
ૐ ભમતી નારી...
***
૪૮. તારી
ભમતો રાજા પૂજાય.
ભમતો વિદ્વાન પૂજાય.
ભમતો યોગી પૂજાય.
પણ ભમતી નારી નષ્ટ થઇ જાય.
* સ્ત્રીના છ દૂષણો :
૧.
મદિરા પાન ૨. દુષ્ટનો સંપર્ક
૩. પતિનો વિરહ
આકાશગંગા ૬ ૨૦૮ -
૪. ઘેર ઘેર ભટકવું
૫. સમય વિના સૂવું
૬. પર ઘરમાં રહેવું.
આ છ નિમિત્તો સ્ત્રીઓને બગાડનારા છે.
* આનું નામ નારી :
પતિ માટે ચરિત્ર.
→ પુત્રો માટે મમતા.
સમાજ માટે શીલ. વિશ્વ માટે દયા. જીવ માત્ર માટે કરુણા.
∞ આનું નામ ‘નારી’.
* સ્ત્રીનો નશો :
- રમણ મહર્ષિ
લક્ષ્મીનો સંગ્રહ કરો તો નશો ચડે. શરાબ પીઓ તો નશો ચડે. પણ સ્ત્રીને તો જુઓ તો પણ નશો ચડે.
* ચંચળ નારી :
રાજા ચંચલ હોય, ચૂપ કર શહર બસાવે; પંડિત ચંચલ હોય, સભા બીચ જ્ઞાન સુણાવે. હાથી ચંચલ હોય, સૂંડ સૂં ચમર ઝુલાવે; ઘોડો ચંચલ હોય, ફેર મેદાન દિખાવે.
એ ચારૂં ચંચલ ભલા, રાજા, પંડિત, ગજ તુરી; ‘વેતાલ’ કહે વિક્રમ સુનો, નારી ચંચલ અતિ બુરી. આકાશગંગા • ૨૦૯ -