________________
ક્રિયામાં નિંદાનો.
જ્ઞાનમાં અભિમાનનો.
→ આહારમાં અજીર્ણનો.
વિજયમાં શત્રુનો.
***
૪૬. દુઃખ
* અગ્નિમાં ઝળકે તે સોનું ! સમાજે તમારો તિરસ્કાર કર્યો ? શાસકોએ તમને કડક શિક્ષા કરી ? પરિવારે તમારી ઉપેક્ષા કરી ? સ્ત્રીએ તમારો અનાદર કર્યો ? ચિંતા ના કરો.
સમાજથી તિરસ્કૃત થયેલા કેટલાય લોકો તત્ત્વદ્રષ્ટા થાય છે. શાસકોથી તિરસ્કૃત થયેલા કેટલાય લોકો ક્રાંતિકારી થયા છે. પરિવારથી ઉપેક્ષિત થયેલા કેટલાય લોકો મહાત્મા થયા છે. સ્ત્રીથી અનાદર પામેલા કેટલાય વૈરાગી થયા છે.
જો તમારામાં સત્ત્વ હશે તો મુશ્કેલીથી ગભરાવાની કોઇ જરૂર નથી. દરેક મુશ્કેલી તમારી પ્રગતિનું નવું દ્વાર ખોલનારી બનશે. માર્ગમાં આવેલો દરેક પત્થર તમારા માટે પગથિયું બનશે.
મુશ્કેલી તો વંટોળ જેવી છે. જો તમે દીવા જેવા કાયર હશો તો તમને બુઝવી નાખશે અને જો તમે દાવાનળ જેવા પ્રચંડ હશો તો તમને વધુ મજબૂત બનાવશે.
મુશ્કેલી તો આગ જેવી છે. તમે કથીર હશો તો તમને બાળી નાખશે અને તમે કંચન હશો તો વધુ ચમકાવશે.
– આકાશગંગા • ૨૦૪ -
* પ્રતિકૂળ પરિસ્થિતિમાં...
પરિસ્થિતિ પ્રતિકૂળ છે એમ સમજીને બેસી ન રહો. મુશ્કેલીભર્યા સંયોગોમાંથી પણ માર્ગ કાઢનારા માનવોને જુઓ. પુણીઓ ગરીબ હતો છતાં અદ્ભુત સામાયિકનો આરાધક થયો. ભીમો કુંડલીઓ નિર્ધન હતો છતાં અજોડ દાની થયો. અઇમુત્તા નાના હતા છતાં કેવળી બની ગયા. મેતાર્ય આદિ મુનિઓ જીવલેણ કષ્ટમાં હતા છતાં કેવળી થયા. ભૌતિક દુનિયામાં પણ જુઓ...
આંધળાં હોમરે પ્રખ્યાત મહાકાવ્ય રચ્યું.
તોતડો ડેમોસ્થનીઝ દુનિયાનો પ્રભાવશાળી વક્તા થયો. આંધળી-બહેરી-મૂંગી હેલનકેલર પીએચ.ડી. થઇ વિશ્વવિખ્યાત લેખિકા થઇ.
પગે લકવો છતાં રૂડોલ્ફ ઓલિમ્પિક રમતમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા.
ઠોઠ પાણિનિ મહાન્ વૈયાકરણી બન્યો.
બફેલોનો સ્પેલિંગ નહિ લખી શકનાર મોહન ‘ગાંધીજી’ થયો. બચપણમાં ડફોળ ગણાતા એડિસન-આઇન્સ્ટાઇન આદિ મહાન વૈજ્ઞાનિક બન્યા.
બહેરો બીથોવન મહાન સંગીતશાસ્ત્ર રચયિતા બન્યો. ગરીબ લિંકન અમેરિકાનો પ્રમુખ બન્યો. આધ્યાત્મિક વિશ્વમાં કે ભૌતિક વિશ્વમાં સફળતા માટેનું એક
જ સૂત્ર છે : હિંમત હારો નહિ. પ્રયત્ન ચાલુ જ રાખો. કલ્પના દોડાવવાથી મનની શક્તિ નષ્ટ થાય છે. જ્યારે આદર્શ-સેવનથી શક્તિનો સંચાર થાય છે.
આકાશગંગા - ૨૦૫ -