________________
* સંકટોમાં કૂદી પડો :
→ મોતી સપાટી પર મળતા નથી.
સૂર્યકાંત મણિ અંધારામાં ઝળકતું નથી. ચકમક પત્થર પોચી વસ્તુના ઘર્ષણથી ચિનગારી ફેંકતું
નથી.
સફળતા સરળતાથી મળતી નથી. ઘોર સંકટોમાં કૂદી પડો.
→ નિષ્ફળતાથી ડરો નહિ.
અન્યાયથી પીસાયેલા મનને બેચેન બનવા દો.
તો જ તમારી અંદર આગ પેદા થશે.
* જીવન - એક યુદ્ધ :
જીવન કો કિસને પહિચાના ?
યુદ્ધ જહાં હૈ જીવિત રહેના,
ઔર સંધિ હી હૈ મર જાના.
* ચાર શૂર પુરુષો :
૧. ક્ષમાશૂર : અરિહંત.
૨.
તપ:શૂર : અણગાર.
૩.
દાનશૂર : વૈશ્રવણ.
૪. યુદ્ધશૂર : વાસુદેવ
- સાવર
- ઠાણંગ ૪/૩/૩૧૭
* કવિ ગંગ અને તેનો પુત્ર : અકબરે કવિ ગંગને “સો હી આશ કરો અકબરકી'ની સમસ્યાપૂર્તિ કરવા આપી. ખુમારીથી થનગનતા કવિ ગંગે સમસ્યાપૂર્તિ કરતાં કહ્યું : “જિનકો હરિ કી પરતીત નહિ, સો – આકાશગંગા ૦ ૧૯૮ -
હી આશ કરો અકબરકી.” આટલેથી ન અટકતાં અકબરના
ગાલ પર જાણે તમાચો મારતાં કહ્યું : અકબર બે અકબર ! નરાંહંદા નર;
કે હો જા મેરી સ્ત્રી, કે હોજા મેરા વર. (એક હાથ મેં ઘોડા, એક હાથ મેં ખર;
કહના હૈ સો કહ દિયા, અબ કરના હૈ સો કર.) અને ખીજાયેલા અકબરે કવિ ગંગને હાથીને પગતળે છૂંદાવી નાખ્યો. આ વાતના સમાચાર જ્યારે તેના પુત્રને આપવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું : ‘દેવોના દરબારમાં પિંગલે છંદ બનાવીને સંભળાવ્યો, પણ કોઇને તેનો અર્થ ન આવડતાં નારદે કહ્યું : અત્યારે પૃથ્વીલોક પર આવા અર્થનો જાણનાર એકમાત્ર ગંગ કવિ છે, તેને અહીં બોલાવીએ તો અર્થ સમજાય અને તરત જ ભગવાને ગંગને દેવલોકના દરબારમાં બોલાવવા ગણેશ (હાથી)ને મોકલ્યા !’
આ સાંભળી લોકો સ્તબ્ધ થઇ ગયા. કેવી ખુમારી ?
***
૪૨. સાર
* સારમાં સાર ઃ
અસાર સંસારમાં સાર શું ? ‘જિનશાસન’
વિશાળ જિનશાસનમાં સાર શું ? ‘સિદ્ધચક્ર’
સિદ્ધચક્રમાં સાર શું ?
‘નવપદ’
આકાશગંગા - ૧૯૯ -