________________
૩. કોઇ પણ શકે, ન પણ હોઇ શકે. (સ્યા અસ્તિ-નાસ્તિ) ૪. કાંઇ કહેવાય નહિ. (સ્યાદ્ અવક્તવ્યમેવ) ૫. હોઇ પણ શકે, કાંઇ કહેવાય નહિ. (સાદું અસ્તિ
અવક્તવ્યમેવ) ૬. ન પણ હોઇ શકે, કાંઈ કહેવાય નહિ. (યાદ નાસ્તિ
અવક્તવ્યમેવ). ૭. હોઇ શકે. ન પણ હોઇ શકે. કાંઇ કહેવાય નહિ.
| (સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવક્તવ્યમેવ) એક મૂર્તિના ત્રણ રૂપ :
જુદા-જુદા ત્રણ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરી ત્રણે જણ પરસ્પર ઝગડવા લાગ્યા. એક કહે : આ બ્રહ્માનું મંદિર છે. બીજો કહે : આ વિષ્ણુનું મંદિર છે. ત્રીજો કહે : આ મહેશનું મંદિર છે. ચર્ચા એકદમ વધી પડી.
આ સાંભળી પૂજારીએ હસતાં હસતાં કહ્યું : મહાનુભાવો ! તમે ત્રણેય સાચા છો. શિલ્પીની કારીગરીથી ત્રણેય દરવાજે એક જ મૂર્તિના જુદા-જુદા રૂપ દેખાય છે. હકીકતમાં એક જ મૂર્તિ છે. તમે વ્યર્થ વિવાદ ના કરો. ત્રણેય બાજુ તપાસીને જોઈ લો. તેમ કરતાં તરત જ વિવાદ શાંત થઇ ગયો. દ્રાક્ષના શબ્દ ભેદથી વિવાદ : ટ્રેનમાં જુદી જુદી ભાષાવાળા ચાર જણ બેટા હતા. દરેકને દ્રાક્ષ ખાવાની ઇચ્છા થઇ. આરબે કહ્યું : “એનબ'. તુર્કસ્તાનીએ કહ્યું : ‘ઉજમ'. અંગ્રેજે કહ્યું : “ગ્રેસ'. હિન્દુસ્તાનીએ કહ્યું : ‘નહિ હમેં અંગૂર ખાના હૈ'. સૌ પોત-પોતાની ખાવાની ઇચ્છા વ્યક્ત કરતા રહ્યા અને બીજાની વાતનું ખંડન કરતા રહ્યા, પણ સ્ટેશન આવતાં જયારે દ્રાક્ષ જોઇ ત્યારે બધા જ એકીસાથે બોલી
ન આકાશગંગા • ૧૯૬ |
ઊડ્યા : હા... એ જ એ જ ! શબ્દના ભેદથી પદાર્થમાં કોઇ ફરક પડતો નથી.
નિશ્ચય-વ્યવહારથી સમકક્ષી આરાધના છોડશો નહિ. વ્યવહાર નહિ માનો તો તીર્થનો ઉચ્છેદ થઇ જશે. નિશ્ચય નહિ માનો તો તત્ત્વનો ઉચ્છેદ થઇ જશે. આ સાત નયો : ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર
* જુસૂત્ર ૫. શબ્દ ૬. સમભિરૂઢ ૭. એવંભૂત
- ઠાશંગ ૭/૫૫૨ * * *
૪૧. સર્વે આ સાહસ પ્રમાણે સિદ્ધિ : સિંહની ગુફામાં માણસ જાય તો હાથીના કુંભસ્થળના મોતી મળે. શિયાળની ગુફામાં જાય તો વાછરડાના પૂંછડા અને ગધેડાના ચામડા જ મળે.
પણ સિંહની ગુફામાં પ્રવેશવાની હિંમત જોઇએ. સાહસ મોટું તેમ ઇનામ પણ મોટું ! મરજીવો બનીને માણસ જો સાગરના તળીયે જાય તો મોતી મળે, કિનારે તો શંખલા અને છીપલા જ મળે !
આકાશગંગા • ૧૯૦ -