________________
નં. ૧૮
ધ્રુવસેન ૧ ના દાનનું બીજું પતરું
૨૦૬ આધિન શુ ? ધ્રુવસેનના સં. ૨૦૬ ના દાનને અંતને ભાગ સમાવતું એક નવું વલભી પતરું હારી પાસે આવ્યું છે, જેના સંબંધમાં ભાવનગરનાં પતરાં વિષેની ટીકાના અનુસંધાનમાં થોડા શબ્દ ઉમેરવા ઈચ્છું છઉં. આ નવું પતરું હારા હાથમાં વડોદરાના મહારાજા ગાએકવાડની સરકારમાં, ધર્માધ્યક્ષ મી. જે. સી. શેત્તરથી સ્પષ્ટીકરણ માટે મૂકાયું હતું. હેમના કદ્દા પ્રમાણે તે કાઠીઆવાડમાંથી અધિકારી મારફત સ્પષ્ટીકરણ માટે તેમને મોકલ્યું હતું. તેના પૂર્વ ઈતિહાસ માટે તેમની પાસેથી હું તેટલું જ જાણી શ. પત્ર ૧૧ ઈંચ લાંબું અને હું ઇંચ પહોળું છે. હેની કિનારીઓ પૂર્ણ સચવાએલા લખાણના રક્ષણ માટે ઉંચી કરેલી છે. અને લિપિ પતરૂં જણાવે છે તે સમયની છે. ટુંકમાં દાન વલભી નૃપનાં અત્યાર સુધી જાણવામાં આવેલાં દાનપત્રને દરેક રીતે મળતું છે. આ લેખ મહારાજ ધ્રુવસેન ૧. ને છે અને દાનના ખવાઈ ગએલા ભાગમાં આવતું હોવાથી ગુમ થતા નામના ] ગામનું દાન, અમુક યના અનુકાન માટે, જાણ ગેત્રના, છગ-સબ્રહ્મચારી, સિંહપુર નિવાસી, બ્રાહ્મણ મિત્રને દેવાએલું છે. દાનની તિથિ સં. ૨૦૬ આશ્વિન શુદિ. ૩ છે. વલભી સંવત પ્રમાણે આ સંવત વર્ષ ઈ. સ. ( ૨૦૬+૩૧૯ ) પરપ આપે છે. હમેશ પ્રમાણે દૂતક મમ્મક હતા અને લખનાર દ્ધિક હતા.
આ દાનમાં ધ્યાન આપવા જેવું ફકત દાન દેવાએલા પુરૂષના નિવાસસ્થાન તરીકે તેમાં જણાવેલું સિંહપુર નામનું ગામ છે. હેને કાઠીઆવાડ દ્વીપકલપના પૂર્વમાં વલા–-પ્રાચીન વલભી-ની પાસે ભાવનગર-વઢવાણ રેલ્વેના જંકશન સહેર સાથે ઓળખાવવું તે આકર્ષક છે.
1 એ ઈ. ૧૭ પા. ૧૦. વી. એસ. સુખથંકર
"Aho Shrut Gyanam"