SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख l૦ ૧૪ ત્રૈકૂટક વંશના વ્યાઘ્રસેનનાં સુરતનાં પતરાં સંવત ૨૪૧ મી. એ. એમ. ટી. જૈકસને જણાવ્યા પ્રમાણે આ તામ્રપત્રા સુરતથી મળેલાં છે. પત્રાં એ છે અને તે દરેકનું માપ લગભગ ૯ ઇંચ પેહે અને ૩ર્ફે ઈંચ ઉંચાઇનું છે. લખાણ ફક્ત અંદરની બાજુઓપર જ છે. બીજાં પતરાં કરતાં આ વધુ પાતળાં અને ઉપડતી કાર વગરનાં છે, પણ તેમાંનું લખાણુ એકન્દરે સુરક્ષિત સ્થિતિમાં છે. પારડીનાં પતરાંની માફક આમાં પણ પહેલા પતરાની લખેલી માજી નીચે અને તેવી જ રીતે બીજાની ઉપર એ પ્રમાથે તાર માટેનાં કાણાંઓ છે. આ કાણાંઓમાંથી એક લાંબે ત્રાંખાના તાર જમણી બાજુએથી પસાર કરી વાળી દેવામાં આવ્યા છે. ડાબી ખાજુએ પણુ ાચ આવે; તાર હશે, પણ મળી શકયા નથી. પતરાંઓ તથા તારનું એકન્નુર વજન ૫૦ તાલા છે. ' ત્રક વંશના મહારાજા વ્યાઘ્રસેને · વિજયી અનિરૂદ્ધપુર માં રહી એક બ્રાહ્મણુને આપેલી જમીનની અક્ષીસનું વર્ણન લેખમાં છે. મા શહેર બૈક્તક રાજાઓની રાજધાનીનું શહેર જણાય છે. તે શેહેરને ( કલચુરી) સંવત ૪૦૬નાં બચુસ્રાનાં પતરાંઓમાં દાન લેનારના નિવાસ સ્થાન તરીખે · વિજયી અનિરૂદ્ધપુરિ ' એ પ્રમાણે લખવામાં આવ્યું છે. વ્યાઘ્રસેન આપરાન્ત પ્રદેશમાં રાજ્ય કરવાના દાવે ધરાવે છે. કાલિદાસના રઘુવંશમાંના એ શ્લોકમાં આવતા ત્રિકૂટપર્વત, જેના ઉપરથી ત્રૈકુટકાના વંશનું નામ પડયું હવું જોઇએ, તે અપરાન્તના રાજાના પ્રદેશમાં આવેલે હાવાનું જણાવ્યું છે, તેને ઉપરની હકીક્તથી સાખીતી મળે છે. રઘુવંશ ઉપર મલ્લિનાથે લખેલ વૈજયન્તી પ્રમાણે અપરાન્તનું મુખ્ય સ્થળ શૂર્પોરકર, હાલનું સોપારા જણાય છે, અને તે જ ત્રૈકુટકાનું રાજધાનીનું શહેર અનિરૂદ્ધપુર હું ગણું છું. વ્યાઘ્રસેને આપેલું ગામડું ઈશ્વરની પરગણાનું પુરોહિતપલ્લિકા હતું. પરન્તુ આ આળખી શકાતું નથી. ગામડાના નામ ઉપરથી કદાચ અનુમાન કરી શકાય કે તે મેળવનાર નાગામાં રાજ કુટુંબના પુરાહિત હતા. સંવત ૨૪૧ના કાર્તિક શુદ ૧૫ ને દિને તે આપ્યું હતું. કંહુસેનનાં પારડીનાં પતરાંએ ઉપર ( કલચુરી ) સંવત ૨૦૭ આપેલા છે. અને સિક્કાએ ઉપરથી જણાય છે કે વ્યાઘ્રસેન દહુસેનને પુત્ર હતા. એટલે નવા લેખનું વર્ષ પણ ઈ. સ. ૨૪૯ થી શરૂ થતા કલચુરી સંવતનું હોવું જોઇએ. અને તેમાં આપેલા મહિનાને લીધે લેખનું વર્ષ ઈ. સ. ૪૯૦, અગર ૪૯૧ નું હાવાનું નક્કી થાય છે. અનિરૂદ્ધપુરમાં રહેતા અપરાન્તના ઐક્તક રાજાએ વિષે સિક્કાઓ તથા લેખા ઉપરથી જેટલું જાણવામાં આવ્યું છે તે નીચેની વંશાવળીમાં આવી જાય છે.- મહારાજ ઇન્દ્રદત્ત મહારાજ હુસેન (ઈ. સ. ૪૫૬ અથવા ૪૫૭) મહારાજ વ્યાક્ષસેન ( ઈ. સ. ૪૯૦ અથવા ૪૯૧ ) × એ. ઈ. વે. ૧૧ ૫૩. ૨૧૯ મા. ઈ. ફુગ્ગ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy