________________
નં. ૯૪ શીલાદિત્ય ૫ માનાં ગોંડળનાં તામ્રપત્રો
સં ૪૦૩ હૈ. સુ. ૧૩ કાઠ્યિાવાડમાં આસિસ્ટંટ પિોલીટીકલ એજન્ટ કેપટન ફિલીસ જેના તાબામાં ગેંડલ સ્ટેટ હતું તેના તરફથી આ પતરાં મળેલાં હતાં. તે શીલાદિત્ય ૫ માનાં છે અને અત્યાર સુધી મળેલાં પતરાંઓમાં સૌથી છેલામાં છેલ્લાં છે. રાજાઓ અનુક્રમે વર્ણવ્યા છે તે ૪૦૩ માઘ. વ. ૧૨ ના દાનપત્રમાં આપેલા મુજબ જ છે.
ઉપર બતાવ્યા નંબર અનુસાર નામે આ દાનપત્રમાં આપેલ છે. (૫) ખરચહ તે શીલાદિત્ય ધમદિત્યને દીકરી કહે છે, પણ બીજાં પતરાંઓમાં તેને અનુજ એટલે ના ભાઈ વર્ણવ્યો છે (૮) ધરસેન પછી ( ૪ ) શલાદિત્યના વંશજના વર્ણનપ્રસંગે ( ૪) શીલાદિત્યને (૮) ધરસેનના પિતામહના ભાઈ તરીકે વર્ણવ્યો છે અને (૫) ખરગ્રહ ને પણ (૪) શીલાદિત્યના ભાઈ તરીકે વર્ણવ્યા છે, તેથી જ અનુજ “ નાનો ભાઈ એ સા પાઠ છે.
(૬) ધરસેનને આમાં ધરસેન લખે છે, પણ ૪૦૩ ના માઘ. વ. ૧૨ ના ધાનપત્રમાં તેને ધરસેન કહ્યો છે, જે પાઠ સાચે છે, એમ બીજ દાનપત્રથી સિદ્ધ થાય છે.
(૯) ડેરભટ્ટને બીજાં દાનપત્રોમાં અજન્મા તરીકે વર્ણવ્યું છે, પણ આમાં અગ્રજન્મા કહ્યો, પણ તે ભૂલ લાગે છે.
(૧૨) શીલાદિત્યથી (૧૫) સુધીના બધા રાજાઓને માત્ર શીલાદિત્યદેવ કહ્યા છે, પણ તેઓને જાદા પાડવાનું કોઈ સાધન નથી. હવે પછીનાં બીજ પતરાંઓમાંથી કદાચ તે સાધન મળે, એવો સંભવ છે.
(૧૫) શીલાદિત્ય (૫) દાન આપનાર રાજા છે. સંવત્ ૪૦ વૈશાખ સુદિ ૧૩ આપેલ છે. દાન દાદર ભૂતિના પુત્ર વાસુદેવ ભૂતિ ચાતર્વેદીને આપેલું છે. તે અવેદી ગાગ્યે ગેત્રનો હતો અને વર્ધમાન ભક્તિમાંથી નીકળી આવીને લિતિબંડમાં રહેતો હતો. કાદ્ધજ ગામ દાનમાં આપેલું છે અને તે સુરાષ્ટ્રમાં ઉઆસઘની પાસે આવેલું છે.
કેપ્ટન ફીલીસ લખે છે કે આ પતરાં ઢાંકમાંથી મળેલાં હતાં. તે ઢાંક કાઠિયાવાડમાં છે અને એંડળ રાજના તાબામાં છે. આની આસપાસ પ્રાચીન ગામડાંઓ છે, જેમાં શોધખોળ કરવા જેવું છે.
૧ જ. છે. છે. રે, એ. સે,
. ૧૧ ૫. ૩૩૫ એ, ૨. સા. વિશવનાથ નારાયણ મંડલિક.
"Aho Shrut Gyanam"