________________
गुजरातना ऐतिहासिक लेख
જેના રાજમ, તેના પ્રમળ કરથી ધારણ થયેલી અખિલ જગત પર છવાઍન્ની, અને મન્દર પર્વતના મંથનથી પર્યેષમાં ઉદ્ભવતા ીષ્ણુના પિણ્ડ સમાન સુંદર યશની છતથી ઢકાયા હતા;
૩૭૪
આવે પરમ માહેશ્વર, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી બમ્પને પાદાનુધ્યાત, પરમભટ્ટાર મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદ્વિત્ય હતે.
તેના પુત્ર [ શીલાદિત્ય હતેા ]; જેનાં ચરણુ કમળ તેના વિક્રમ અને અનુરાગ વડે નમન કરતા આશ્રયી કૃપાનાં મુગટનાં રત્નામાંથી નીકળતાં કિરણેાથી ભૂષિત હતા;
( આ ) પરમમાહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી ખપના પાદાનુખ્યાત પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ સર્વને શાસન કરે છે—
તમને સર્વેને અને પ્રત્યેકને જાડૅર થાઓ કે—મારાં માતાપિતા અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે અને આ લેક અને પરલેકમાં ફળ પ્રાપ્તિ માટે શ્રી વમાનભુતિ ત્યજી લિપ્તિખણ્ડમાં વાસ કરનાર, ભટ્ટ દામાદર ભૂતિના પુત્ર, ચાર વેદ જાણનાર, ગાગ્યે ગાત્રના,બહુચ્છ્વચ શાખાના, ભટ્ટ વાસુદેવ ભૂતિને, ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહાત્ર, જંતુ, આદિના અનુષ્ઠાન માટે, સુરાષ્ટ્ર મંડળમાં દિનપુત્ર સમીપમાં અન્તરપલિકા ગામ, દ્રંગ સહિત, સર્વ ઉપરિકર આદિ સહિત, વેઠ સદ્ભુિત, ભૂતવાત પ્રત્યય સહિત, ધાન્ય અને હ્રિરણ્યની ઉપજ સહિત, દશઅપરાધના નિÎયના હક્ક સહિત, સર્વ રાજપુરૂષોના હસ્તપ્રક્ષેપણમુક્ત, પૂર્વેનાં દેવા અને દ્વિજોનાં દાન વર્જ કરી ભૂમિચ્છિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂર્ય સાગર, પૃથ્વી, પિતાએ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપસેગ માટે પાણીના અદ્યથી દાનને અનુમતિ આપી, ધર્મદાન તરીકે, મેં આવ્યુ છે.
આથી ધર્મદા ય સ્થિતિ મનુસાર જ્યારે તે તેને ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અને અન્યને સૌપ ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરવે નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ લક્ષ્મી અસ્થિર છે, જીવિત ચંચળ છે અને ભૂમિદાનનું ફળ [ સર્વ નૃપાને] સામાન્ય છે એમ જાણીને આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું પાલન કરવું જોઈએ. કહ્યું છે કેઃસગરથી માંડીને બહુ નૃપાએ ભૂમિને ઉપભાગ કર્યાં છે જે સમયનું ફળ છે.
સમયે જે ભૂમિતિ તેને તે
દારિદ્રયભયથી ભૃપાથી (ધમ ) સ્થાન બતાવેલી લક્ષ્મી, જે નિર્માલ્ય [દેવને અપેલાં કુસુમ ! સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે તે કર્યા સુજન પુનઃ હરી લેશે ?
ભૂમિદાન દૈનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે. તે જપ્ત કરનાર અથવા તેમાં અનુતિ આપનાર તેટલાં [ ૬૦ હજાર ] વર્ષ નરકમાં વાસ કરે છે.
[ દાન ના દૂતક શીલાદિત્ય છે. આ શ્રી યુદ્ધભટના પુત્ર સેનાપતિ શ્રી ગિલ્લકથી લખાયું છે. સં. ૪૦૩ માત્ર વઘુ ૧૨. મારા સ્વહસ્ત.
"Aho Shrut Gyanam"