SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ गुजरातना ऐतिहासिक लेख તે આ પરમમાહેશ્વર શ્રીધરસેન હતે. તેને પુત્ર [ શ્રી શીલાદિત્ય હતો ] અને પોતાના પિતાના પાદેનું અનુધ્યાન કરતાં જેણે સકલ જગતને આનન્દ આપતા અદૂભુત સદગુણના સમૂહથી અખિલ નભ ભરી દીધું છે; જેને સ્કંધ અનેક યુદ્ધમાં વિજય મેળવનાર અસિના પ્રકાશથી ભૂષિત છે, જે રાજય) કાર્યોને મહાન ભાર વહે છે; જે સર્વ પર અને અપર વિદ્યાના અધ્યયનથી વિમળ મતિવાળા હોવા છતાં સુભાષિત લવમાંથી આનન્દ મેળવવા શક્તિમાન છે, જેના મનનું ગાંભીર્ય સર્વથી અગાધ હતું, અને છતાં જેને સદાચાર અતિ ઉમદે સ્વભાવ સ્પષ્ટ પ્રદર્શિત કરે છે, જેણે કૃતયુગના સર્વ નૃપના પંથ (માર્ગો )ના વિશોધનથી મહાયશ પ્રાપ્ત કર્યો છે, જેણે ( ધર્મ ) ગુણના માર્ગ અનુસરીને સર્વથી ઉજવળ લક્ષ્મી અને સુખને ઉપભેગ મેળ હતો, અને તેથી પિતાને માટે એગ્ય ધર્માદિત્યના અપર નામની પ્રાપ્તિ કરી હતી; આ પરમ માહેશ્વર શ્રીશીલાદિત્ય હતે. તેને પુત્ર [ અનુજ એમ જોઈએ કે તેને પાદાનુધ્યાત; % જેમાં તેને અનઇ 1 ઉપેન્દ્ર તરક આદરથી વર્તતા તમ આદરથી તેની તરફ વર્તતા તેના ભાઈથી અપલી અતિવાંછિત રાજયશ્રી, વૃષ જેમ પુરી વહે છે તેમ, અંધ પર ધારવામાં જેને “ર્ય આનંદ અથવા બેદથી ડરતું નહિ- કારણ કે તેને આત્મા આજ્ઞા પાલનમાં પરાયણ હતા? જો કે તેનું પાઇપીઠ પિતાના પ્રભાવથી શરણ થએલા અનેક નૃપના મુગટમણિના પ્રકાશથી છવાઈ જતું, છતાં તેનું ચિત્ત અન્યનું સ્વમાન ભાવે એવા મદથી મુક્ત હતું, - જેના શત્રુઓ જેકે વિખ્યાત, પ્રબળ અને ઉન્મત્ત હતા છતાં શરણ સિવાય તેના વિમુખ થવાનાં સર્વ સાધને તેમણે ત્યજી દીધાં હતાં, જેના શુદ્ધ ગુણના સમૂહે અખિલ જગત પ્રસન્ન કર્યું હતું, જેણે પ્રતાપથી કલિના બળના દર્શનને પૂર્ણ નાશ કર્યો હતે દુષ્ટોના વિચારો રોકતા દેશો વડે અકલંકિત હોવાથી જેનું મન અતિ ઉન્નત હતું, જેની શકળા ( કૌશલ્ય) અને શૌર્ય અતિ વિખ્યાત હતાં, જેણે અનેક શત્રુપની લક્ષમી મેળવી પૂર્વેના પરાક્રમી અને પ્રબળ તૃપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું આ પરમ માહેશ્વર પરગ્રહ હતે. તેના પુત્ર, તેને પાદાનુધ્યાત; જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી સંમતિ વિદ્વાનેનાં હદય અતિ અનુરજ્યાં હતાં, જે, પિતાનાં બળ અને ઉદારતાથી, જે સમયે તેને શત્રુઓ સાવચેત ન હતા ત્યારે અરિપક્ષની મહત્વાકાંક્ષાઓ રૂ૫ રથની ધરી ભાંગી નાંખી હતી, જે અનેક શાસ, કળા, અને લેકચરિતના ઉંડા વિભાગોથી પરિચિત હતા, છતાં અતિ આનન્દકારી પ્રકૃતિને હતો જે અકૃતિમ નમ્ર હેવાથી જેને વિનય તેનું ભૂષણ બન્યું હતું, + આ સ્પષ્ટ રીતે બતાવે છે કે શીલાદિત્યે પોતાની ગાદી પિતાના ભાઈની તરફેણમાં છેડી હતી અને તેને પિતાની જીંદગીમાં જ ગાદી પણ કરી હતી અને પિતાના આજ્ઞાંકિત ભાઈને બધી રાજયલમી આપી હતી. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy