________________
गुजरातना ऐतिहासिक लेख ખંડણી ઉઘરાવત, જેનું શ્રવણ, વિવિધ વર્ણથી શોભીતા દેખાતા બાળપણથી જ પ્રાપ્ત કરેલા શાસ્ત્રના જ્ઞાનથી સરળ હતું, જેના કર્ણને રનેનાં નવાં અધિક ભૂષણ પણ હતાં, ઘણું કંકણ, ૨, અન્ય ભૂષણેથી વિરાજ અને સતત દાનેમાં રેડાતા પાણીથી ભીંજાએ જેને કર ઉજજવળ શૈવલ વૃક્ષના અંકુર સમાન ચળકતે, ઉછળતા સાગરને રોકતા હોય તેમ અખિલ વિશ્વને જેના કર તેમની વચ્ચે અન્તર ભાગમાં ધારતા, અને જે પરમ માહેશ્વર હત;-શ્રી દેર• ભટ્ટને પુત્ર, જે પિતાના પિતાને ભક્તિથી સતત નમન કરતે .... ... ... (૧) જેનું શિર તેના પિતાના ચરણના રતન સમાન નખની રમિરૂપી ગંગાનાં અતિત જળથી નિત્ય પવિત્ર થયું હતું, જે અગત્યમુનિ જેમ અતિ બુદ્ધિ અને ડહાપણુ બતાવતે, જે અતિ વેત અને સર્વ દિશામાં પ્રસરેલા યશની કળાથી ઈન્દ્રની મહાન કળાની ચેષ્ટા કરતે, જે મેધથી શ્યામ થએલા શિખર રૂપી સ્વનાવાળા સહ્યાદ્ધિ અને વિંધ્યાચળના પાધરવાની પૃથ્વીને પતિ હત;શીલાદિત્યને પુત્ર જે સારંગ ધનુષ્ય કરમાં ધારી સાક્ષાત કૃષ્ણ સમાન ભાસતે--સર્વથી બળવાન ચક્રવત્તિ શ્રીધરસેનના પિતામહને ભાઈ, મહારાજાધિરાજ, જેના ભાલ પર પિતાના પિતાના ચરણકમળ આગળ સતત ભૂમિના ઘર્ષણથી થએલું ઈ-કળા સમાન ચિ હતું, જેના ૨૩ કર્ણ ( શ્રુતિના વિશેષ જ્ઞાનથી ) બાળપણથી વેદના મંત્રના અલંકારથી પવિત્ર હતા, જેના કમળ સરખા કરનું અગ્ર ધર્મ દાન કરવામાં સંક૯૫ના જળથી વાએલું હતું, જે યુવાન કન્યાના કરનું મૃદુતાથી ગ્રહણ કરતા વલભ સમાન અતિ મૃદુ કર ગ્રહ પૃથ્વીને વલલભ હતા, જે સાક્ષાત્ ધનુ જેમ સર્વ લક્ષ્ય નિશાન દૃષ્ટિમાં રાખતા. જેની આજ્ઞા ચડારની માફક નૃપાથી તેમના શિરપર ધારણુ થતી, અને જે પરમ માહેશ્વર હતે;–-શ્રી ધ્રુવસેનને પુત્ર, તેના વડીલ બધુને પાદાનુધ્યાત, જે પોતાના પૂર્વજો કરતાં સદાચારમાં અધિક હતા, જે અન્યથી ન કરેલાં કાર્યો સિદ્ધ કરીને ગમન કરતો પુરૂષાર્થ સાક્ષાત હોય તેમ દેખાતે, જેનું મન પૂર્ણ ગુણના પ્રેમથી ભરેલું હતું, જેને પ્રજા અન્ય મનુ માફક સ્વીકારતી, જે અતિ વિદ્યા પ્રાપ્ત કરી હતી, જે કલંકરહિત : સર્વ તેજસ્વી ઈન્દુ સમાન અને સર્વ શાન્તિને હેતુ હતું, જે મહાન તેજથી દિશાઓના અન્ત. સુધી સકળ તિમિર હણનાર પિતાની પ્રજા ઉપર નિત્ય પ્રકાશતા સૂર્ય મૃમાન હતા, જેનામાં પ્રજાને વિશ્વાસ હતા, જે સદા શાસ્ત્ર અનુસાર પિતાના અનેક અર્થની સિદ્ધિ અર્થે મહાન કાર્યો કરતે, જે સંધિ અને સમાસમાં નિપુણ હતું, જે ૫ આદેશ ગ્ય સ્થાને આપતાં વૃદ્ધિ થએલાના આદેશથી અતિ શુદ્ધ થયે હતું, જે નય અને વ્યાકરણમાં પ્રવીણ હતું, જે મહાન પ્રતાપવાળ હતો છતાં દયાથી પૂર્ણ મૃદુ હૃદયવાળે હતો, જે શાસ્ત્રમાં નિપુણ અને કૃતિના જ્ઞાનવાળે હતેા છતાં મદ રહિત હતો, જે આકર્ષક હતો છતાં સ્વનિગ્રહી હતા, જે મિત્ર તરીકે સ્થિર હતા છતાં દુષ્ટોને હાંકી મકતા, જેણે ઉદય( રાજયાભિષેક)સમયે અખિલ જગને આનન્દથી ભર્યું તેથી બાલાદિત્ય( બાલસ)ના વિખ્યાત અને અર્થસૂચક બીજ નામથી જે કહેવાતે, અને જે પરમમાહેશ્વર હત-શ્રી ધરસેનને અનુજ, જે તેના પિતાને પાદાનુધ્યાત હતા, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનેને પરમ સંતોષ હતા, જે બળ, ઉદારતા અને દાનથી અભ્ય સ્થિત અને અનિયમિત શત્રુઓના મનોરથ ભાગી નાંખતે, જે જગના અન્તર વિષય, સર્વ કળાઅને વિદ્યા સાથે પરિચિત હતા છતાં અતિ આનન્દકારી સ્વભાવવાળો હતા, જે અકૃત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત હતું, જેણે અનેક યુદ્ધમાં વિજયદેવજ છીનવી લેવા તૈયાર અને વિશ્વાસથી ભરેલા કરથી તેના શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહને નાશ કર્યો હતો, અકળાને મદ તેના ધનુષ્યના યશથી ઉતર્યો હતો એવા સર્વ પોથી જેની આજ્ઞાની સ્તુતિ થતી હતી, અને જે પરમમહેશ્વર હતે---શ્રી ખરગ્રહને પુત્ર, જે તેના બન્યુને પાદાનુધ્યાત હતો, જે વડીલ બધુએ તેના સ્કંધ ઉપર મૂકેલી રમ્ય અને અભિષિત રાજ્યશ્રીની ધુરી પિતાના બધુની આજ્ઞાનું પાલન માત્ર આનન્દથી જ કરતાં એક સુખી વૃષભ પેઠે ધારતા, જે અન્ય ઉપેન્દ્ર સમાન હતું અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હતો, જેની શાન્તિ શ્રમથી, સુખથી કે પ્રેમથી અતિ હતી.
"Aho Shrut Gyanam"