________________
નં
૭૫
ધ્રુવસેન ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું
આ પતરાને હાંસીયાના ભાગમાં ઘણું નુકશાન થયેલું છે. ડાબી બડાના કાંડાને ફક્ત છેડે ભાગ જ રહ્યો છે. કડી માટેનાં બે કાણુંઓનું કંઈ પણ નિશાન રહ્યું નથી. છેલ્લી પંક્તિ જેમાં સાધારણ રીતે તારીખ હોય છે તે નાશ પામી છે. તે મોટું નુકશાન છે. અત્યારની સ્થિતિમાં પતરાંનું માપ ૧૫” x ૮” છે.
અક્ષરે બહ સંભાળપૂર્વક કોતર્યા હતા તેમાં શંકા નથી. પરંતુ પતરાની ખરાબ રિથતિ ને લીધે, આર્કેઓલોજીકલ કેમીસ્ટે સાફ કરવા છતાં, સહેલાઈથી વાંચી શકાતા નથી.
દાન ધ્રુવસેન ૩ જા એ આપેલું છે. તેનું ચોક્કસ નામ પતરાં ઉપર નથી. પરંતુ તેના વર્ણન વાળે પ્રસ્તાવનાને ઘણો ખરો ભાગ સુરક્ષિત છે, તેને રાજાના ઈદકો મળ્યા લાગતા નથી. તેના નામ આગળ ફક્ત ઘરમાદેખાનું ધાર્મિક વિષેશણ લગાડેલું છે. આ દાન વલભીના ર૪ માં દુહુએ બંધાવેલા બૌદ્ધ વિહારને આપેલું જણાય છે.
કાશહદમાં આવેલું રાક્ષસક નામનું ગામ તે વિહારમાં વસતા ભિક્ષુએના પિષણાર્થે આપ્યું હતું.
દતક તથા લેખકનાં નામ સહિત બીજા બધી વિગત નાશ પામી છે. સેન ૩ જાનું ફક્ત સં. ૩૩૪( એ. ઈ. ૧, ૫. ૮૫)નું એક વધારે દાનપત્ર આપણી પાસે છે,
સદગત ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી પોતાના ગુજરાતના ઇતિહાસમાં બો. ગેઝેટીઅર . ૧, ભાગ ૧ પા. ૯૨માં” ધ્રુવસેન ૩ જાનું ઈ. સ. ૬૫૧(ગુ. સં. ૩૩ર)નું એક અપ્રસિદ્ધ તામ્રપત્ર મોરબીના રાજાના તાબામાં” હેવાનું લખે છે. આ દાનપત્ર હજી સુધી પ્રસિદ્ધ થયું નથી, અને તેને પત્તે મેળવવાના મારા બધા પ્રયત્નો નિષ્ફળ નિવડયા છે.
જ. છે. બ્રા. જે. એ. સે. (ન્યુ. સી. )
. ૧ ૫. ૩૫,
"Aho Shrut Gyanam"