________________
गुजरातना ऐतिहासिक लेख બીજું ખેતર કેટલ નામનું હતું અને તે બે પઠક સાળ વાવી શકાય તેવડું હતું અને તે નગરકપથકમાં ( નગરની આસપાસના તાલુકામાં એટલે કે ખેડા તાલુકામાં ) દુહા ગામની સીમમાં હતું. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વે મહત્તર ગલકનું આટીરમણકેદાર નામનું ખેતર અને સલ્ફીલકનું ખડકેદાર નામનું ખેતર, દક્ષિણે જાઈણપહિલ નામના ગામની સીમ, પશ્ચિમે ગઢપહિલ ગામની સીમ અને ઉત્તરે આલિકેદાર શમીકેદાર અને બે રાફડા હતા; તથા પૂર્વ સીમમાં દહદુહિકાના પાદરમાં ભ્રષ્ટી આપેલી હતી. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કપિ
ન, દક્ષિણમાં વિશeણા નામનું કેદારિક પશ્ચિમમાં કપિત્થાની અને ઉત્તરમાં બ્રાહ્મણ વિભટના બ્રાદેય ક્ષેત્રની પહેલી બાજુની બે ઉન્ડની.
ભઠ્ઠી શબ્દનો અર્થ હાલના ડુિંદી ભીટી અગર ભીટ શબ્દની માફક તળાવ પાસેની ચકીથાતી જમીન એ જે જોઈએ. ઉદનીને અર્થ પાણીને કુંડ અગર ખેતીવાડી માટે પાણીની નહેર હવે જોઈએ. કેશમાં આપેલ શૂન્યવાટિકા તેને અર્થ આંહી થતો લાગતો નથી. દાનની શરતમાં પૂર્વપ્રત્તદેવબ્રહ્મદેય પછી બ્રાહ્મણ વિંશતિ એ શબ્દ બીજ દાનપત્ર માં મળતા નથી, તેથી ખાસ ધ્યાન ખેંચે તેવા છે.'
ઈ. એ. વ. ૭ પા. ૭૩ મે આપેલા અલીણાના દાનપત્રમાં છે તેવી રીતે આંહી પણું દૂતક તરીકે રાજપુત્રી ભૂવા આપેલ છે. ધરસેનના દાનપત્રમાં રાજપુત્રી ભૂપે આપેલ છે. સંભવ છે કે અહી પણ તે જ સ્ત્રી હેય અને ભૂપા તે ભૂવાને બદલે ભૂલથી લખાયું હેય.
આ લેખની તિથિ સંવત ખાસ ઉપયોગી છે. છેલી પંક્તિમાં સં. ૩૩૦ દ્વિ. માર્ગશર સુ. ૨ એમ આપેલ છે. આમાં આપેલ અધિક માર્ગશિર માસથી આ વલભી દાનપત્રને સંવ કયારે શરુ થયે તે નિશ્ચિત થઈ શકે છે. અત્યારે જો કે માર્ગશીર્ષ, પોષ અને માઘ માસ અધિક આવી શકતા નથી, પણ નેપાલના એક શિલાલેખમાં મી. સી. બેન્ડેલે નેપાલમાંની મુસાફરી નામના પુસ્તકમાં બતાવ્યા મુજબ પ્રથમ પૌષ મળેલ છે. તે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે સમયે તે મહિનાઓ અધિક થઈ શકે છે. આ લેખથી આ પ્રમાણે સમર્થન મળ્યાથી અત્યાર સુધીની ત્રણે જુદી જુદી ગણત્રીની સાલે વિએનાના ડે. સ્કમ પાસે ૨જુ કરવામાં આવી. જનરલ કનગમ પ્રમાણે ૧૬૭ ઈ. સ. થી આ વર્ષે શરૂ થાય છે. સર ઈ. સી. બેઈલી પ્રમાણે ૧૯૦ ઈ. સ. થી શરુ થાય છે અને બેરૂની પ્રમાણે ૩૧૯ ઈ. સ. થી શરૂ થાય છે. આ ત્રણે ગણત્રો પ્રમાણે આ સંવત ૩૩૦ બરાબર ઈ. સ. ૪૯૬-૪૯૮ ઈ. સ. ૫૧૯-પર૧ અને ઈ. સ. ૬૪૯-૬૫૦ પૈકી કઈ સાલમાં માર્ગશિર અધિક હતા તે તપાસ કરતાં માર્ગશીર્ષ અધિક માસ માત્ર ૬૪૮ ઈ. સ. માં જ મળે છે અને તેથી ૩૧૯ ઈ. સ. પહેલાં આ સંવતની શરૂવાત બીલકુલ અસંભવિત થઈ જાય છે, એટલે કે આ ગુપ્ત વલભી સંવત્ ઈ. સ ૩૧૯ થી શરૂ થાય છે તે સિદ્ધ થાય છે.
"Aho Shrut Gyanam