________________
ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्रो
१६३
ગમે તેમ હાય પણ ધ્રુવસેન ૨ જાનાં આ બે દાનપત્રા ઉપરથી એટલું તે સાબિત થાય છે કે તેના તાબામાં માલવા અગર તેના થોડા ભાગ પણુ હતે.
નવગ્રામકમાં આપેલું જમીનનું દાન જેની પૂર્વે વરાહેાટક, દક્ષિણે એક નદી,અને ઉત્તરે પુલિદાનક આવેલાં હતાં, તે આ પ્રાંતનું છે. રતલામના દિવાને મી. મારશલને લખેલા પત્રમાં નવગ્રામકને હાલના રાગાવા તરીકે કે જ્યાંથી આ બે દાને મળ્યાં હતાં, જરહેયકને પૂર્વમાં ભારાડા તરીકે અને પુલિંદાનકને ઉત્તરમાં પટ્ટુના તરીકે ઓળખાવ્યાં છે. દાનના વણૅનમાં આવતી એક ન્હાની નદી પશુ તે પત્ર સાથે મેકલેલા રતલામ સ્ટેટના નકશામાં નાગવાથી અગ્નિકાણુમાં નિશાનીથી તાવેલી છે.
શ્યા દાનપત્રને દૂતક રાજપુત્ર ખરચતુ પાછળથી ખરગ્રહ રજા તરીકે શાદીએ આવનાર પોતે જ હશે. લેખક દિવિરતિ સ્કંદભટ ધ્રુવસેન ૨ જા અને ધરસેન ૪ થા નાં બીજાં દાનપત્રમાં ફરીથી આવે છે. તેના પિતા વત્રભટ્ટિ શીલાદિત્ય ૧ લા અને ધ્રુવસેન ૨જાનાં દાનોમાં તથા પુત્ર અનર્હુિલ ધ્રુવસેન ૩ જા ખરગ્રડુ ૨ જા અને શીલાદિત્ય ૨ જાનાં દાનપત્રામાં આવે છે. આ લેખનું વર્ષ | ગુપ્ત- } સંવત્ ૩૨૦ ( એટલે ઇ. સ. ૬૩૯--૪૦) એ, સી. જેકસને પ્રસિદ્ધ કરેલાં ભાવનગર્નાં પતરાંઓનું વર્ષ છે.
"Aho Shrut Gyanam"