________________
ध्रुवसेन २ जानां ताम्रपत्र
ભાષાતર
૧૩. પરમ માહેશ્વર ધ્રુવસેન કુશળ હાલતમાં સંબંધિવાળા સર્વને અનુશાસન કરે છે. તમને જાહેર થાઓ કેઃ
૧૪-૧. મહારાજ સિંહે તેનાં માતાપિતાના પુણ્ય અર્થે પ્રાપીમાં ત્રાંબાયત્રપર લખી ત્રિસફમકના વતલમાં સ્થાપિત કેમ્પહિકાદેવી અર્થે ગુદાદાન (?) અને ત્રિસમકનાં સરેવર કર્યો. અને સમય વીતે (તે દાનના ઉપભેગ)નો પ્રતિબંધ થયો હતો. આ (દાન માં અમારાથી ગન્ધ, કુસુમ, ધૂપ, દીપ, તેલ, આદિ માટે અને મંદિરના ખંડિત અથવા જીર્ણ થએલા ભાગના ઉદ્ધાર (સમારકામ ) માટે અને તેના પૂજારીના પાલન માટે અનુમતિ અપાઈ છે.
- ૧૬-૧૭ અને ત્રિસફમકના વતલના સંચય( ખજના )માંથી પ્રતિદિન એક રૂપાનો સિક નિત્ય દાન તરીકે, ત્યાં નીમેલા માણસથી દેવીની પૂજા અર્થ દેવાને છે. તે ધર્મદાન તરીકે અપાયું છે, જેથી કેઈએ પ્રતિબધ કરે નહિ.
૧૭-૧૮ અને આ અમારા દાનને, અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર કૃપાએ પ્રભુત્વ અનિત્ય છે, માનુષ્ય લક્ષમી અસ્થિર છે, અને દાનનું ફળ (દેનાર અને રક્ષનારને) સામાન્ય છે, એમ જોઈ અનુમતિ આપવી અને રક્ષવું.
૧૯-ર૦, અને નીચે પ્રમાણે કહ્યું છે -- સગરથી માંડી ઘણું નૃપોએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે અને જે જે સમયે ભૂપતિ તેને તે સમયનું ફળ છે. દારિદ્રયના ભયથી તૃપાએ આ જગમાં સત્પાત્રોમાં દીધેલી લમી જે ઉપગ થએલી માળા સમાન છે તે કયે સુજન પુનઃ
૨૧ ભૂમિદાન દેનાર વર્ગમાં ૬૦૦૦૦ વર્ષ વસે છે, પણ તે હરી લેનાર અથવા હરણમાં અનુમતિ આપનાર તેટલા જ વર્ષ નરકમાં વસે છે. દૂતક રાજપુત્ર પરગ્રહ છે. - ૨૨ સંધિવિગ્રહિક અને દિવિરપતિ કત્રભટ્ટિના પુત્ર દિવિસ્પતિ ઉદભટથી આ લખાયું છે. સ, ૩૨૦ (ઈ. સ. ૫૦-૩ ) અષાઢ શુ. ૧.
મારા સ્વહસ્ત,
"Aho Shrut Gyanam"