________________
નં. ૬૭ ધ્રુવસેન ૨ જાનું તામ્રપત્ર
ગુપ્ત સંવત્ ૩૨૦ આષાઢ સુદ. ૬૩૯-૪૦ ઈ.સ. આ દાનનાં બે પતરા છે અને બનેમાં અંદરની બાજુએ લેખ કરેલ છે. તે બે કડીથી બાંધેલાં છે અને એક કડી ઉપર મુદ્રા છે, જેમાં બેઠેલે વૃષ અને શ્રી ભટક: અક્ષરે છે. બીજી પતરું જમણી બાજુએ ઉપરના ભાગમાંથી ખંડિત છે અને પહેલી પાંચ પંક્તિના અમુક અક્ષરે ગયા છે. પશુ બીજ દાનપત્રોમાંથી તે અક્ષરો અટકળી શકાય છે. પતરાંનું માપ ૧૩૪છું” છે અને લેખના રક્ષણ માટે કાર જરા વાળેલી છે. ઈ. એ. . ૬ પા. ૧૭ મે આપેલ પ્રવસેન બીજાના શાસનની સાથે અક્ષરે મળતા આવે છે. ઉપરાંત આમાં આધ “એ” ૫. ૧૭ માં ઇમાં મળે છે. અક્ષરો બહુ ઉંડા કોતરેલા નથી પણ પતરાં પાતળાં હોવાથી અક્ષર પાછળની બાજુ દેખાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ ” છે. બીજા પતરાની ૧, ૨૨ માં ૩૦૦ ૨૦ અને ૧ ના ચિન્હો છે. ભાષા સંસ્કૃત છે અને બીજા પતરાની પં, ૧૯ થી ૨૧ સુધીમાંના કેલેકે સિવાય આ લેખ ગદ્યમાં છે.
લેખ ધ્રુવસેન બીજાના સમયને છે અને ત્રિસંગ્રામના વિતલમાં પ્રતિષ્ઠિત કોટ્ટમ્યુહિક દેવીના લાભાર્થે તે રાજાએ આપેલા દાન સંબંધી છે. તરસમિઆમાં અત્યારે પણ કેદ્રરા દેવીનું મંદિર અતિવમાં છે. દાનવાળા વિભાગમાં પ્રાપીય અને ગુદાદાન શબ્દ છે, જેનો અર્થ કલ્પી શકાતું નથી પણ એમ જણાય છે કે મહારાજા દ્રોણસિંહે કાંઈ દાન આપેલું, પણ તેને ભગવટે થોડા વખત પછી બંધ પડેલો. તેટલા માટે ધ્રુવસેન તે દાન કાયમ કરે છે અને વિશેષમાં હુકમ કરે છે કે મન્દિરના ખર્ચ માટે ત્રિસંગમક તલની તેજુરીમાંથી દરરોજ રૂપાને એક શિકો આપે. લેખને સંવત ૩૨૦ (૩૯-૪૦ ઈ. સ.) છે અને તેથી યુએન સઆંગ ઈ. સ. ૬૪૦ માં પશ્ચિમ હિંદમાં આવ્યો ત્યારે વલભીને રાજ તુલહેપતુ તે આ પ્રવસેન હવે જોઈએ એમ પુરવાર થાય છે. આ રાજાનું બીજું દાનપત્ર સં. ૩૧( દર૯-૩૦ ઈ. સ.)નું ઈ. એ. વ. ૬ પા. ૧૩ મે પ્રસિદ્ધ થયું છે. ઇબારત બનેની સરખી છે પરંતુ તેમાં વલભી સ્વતલમાં રહેતા બુદ્ધ સાધુને દાન આપ્યાની હકીકત છે,
1 જ, બી, બી. આર. એ. એસ. વે. ૨૦ પ, ૬ એ, એમ, ય, જેકસન
"Aho Shrut Gyanam"