SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ०१३ ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો* આ સંવત ૩૧૦ આધિન વદિ પર ધ્રુવસેન ૨ જાનું દાનપત્ર દરેક ૧૦ ઇંચx૧૨ ઇંચ માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. કડીઓ અને સદા તેનાં પાગ્ય સ્થાને છે. અત્યારે પતરાંએ ઘણું જ પાતળાં થઈ ગયાં છે, અને કેઈ કઈ જગ્યાએ ન્હાનાં કાણું પડ્યાં છે. કાટને લીધે સપાટી બહુ ખરાબ થઈ ગઈ હોવાથી, શોધનારે ઉપરનાં પડ ભાંગી નાખ્યાં હોય એવું જણાય છે. સુભાગ્યે નક્કર ત્રાંબાને છેડે ભાગ મદથમાં રહી ન હતું. જેમાં અક્ષરના લીટા દેખાય છે. છતાં જ્યારે મને પતરાંઓ મળ્યાં ત્યારે આ દાનપત્ર ઉકેલી શકીશ કે નહિ તે વિશે મને શંકા હતી. પરંતુ જ્યારે નજરે પડી શકતા બધા લીટાએ ધળા રંગથી પૂરી દીધા ત્યારે મને અતિ આનંદ સાથે માલુમ પડ્યું કે, એકાદ પંકિત જે બીજ પ્રસિદ્ધ થયેલાં પતરાંઓની મદદથી સહેલાઈથી જાણી શકાશે. તે સિવાય આખું દાનપત્ર વાંચી શકાય તેવું હતું. આ દાનપત્ર વલભીમાં લખાયું છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી, પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે, ધ્રુવસેન ૨ જે, જેને બાલાદિત્ય પણ કહેવામાં આવે છે, તે “ મહારાજ ને ઈદકાબ ધારણ કરતા નથી, તધા તેના પહેલાં થઈ ગયેલામાંથી કોઈને “” “પ્રતાપી” સિવાય બીજું વિશેષણ આપ્યું નથી. આ ભૂલ કદાચ અકસમાત હેાય. પરંતુ ડ્રિદસ્તાનના રાજાઓનું શબgબરપ જોતાં આ બાબત શંકાસ્પદ છે. અને છેવટે જે પ્રેમ માલુમ પડી આવે કે ધ્રુવસેન ૨ જાને પિતાની મહત્તા વિષે મૌન રહેવાનાં સબળ કારણે હતાં, તે તે નવાઈ જેવું નહિ લાગે. આ દાન ગેહકે બંધાવેલા વિહારમાં વસતા ભિસંધને આપ્યું છે. આ વિહાર રાજકુમારી દાએ વલભીમાં બંધાવેલા વિહારની સીમામાં આવેલ છે. દુડા અને તેના વિહાર વિશે ધ્રુવસેન ૧ તથા ગુહસેનના શાસનમાંથી જાણવામાં આવે છે. અહિ જે તેને “રાણી ” “રાણી” કહેવામાં આવી હોય તો, હું ધારું છું કે લેખકનો હેતુ તે “રાજાને પરણેલી હતી,’ એ નહિ પણ “રજકુટુંબની હતી ' એવું બતાવવાને હશે. કારણ કે ધ્રુવસેન ૧ લે તેને મારી બેનની પુત્રી ” કહે છે. મોતજાવિદ એટલે “વલભીની પિતાની સપાટી ઉપર બેઠેલે ” એ શબ્દને ચોક્કસ અર્થ હું કરી શકી નથી. તેને અર્થ મેં ચે છે તેમ, વલભીમાં આવે એટલે ચાર દિવાલાની વચ્ચે” એ થાય. પણ કદાચ “વત” સમાસને કંઈ પારિભાષિક અર્થ હેય, આ દાનનો હેતુ ધ્રુવસેન ૨ જાના પહેલાને દાનમાં આપે છે તે જ છે. સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં ભસત નામનું ગામડું દાનમાં આપ્યું છે. સોરઠના એક પેટા ભાગનું નામ કાલાપક પથ હોવું જોઈએ. “સુરાષ્ટ્ર” વિશે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ શબ્દ હમેશાં બહુવચનમાં વાપરવામાં આવે છે, જેમ કે સુરજ્ઞા અને તેથી પંજારા, મિરાડ ની માફક તેના અર્થ પણ સુરાષ્ટ્ર દેશમાં વસતા લેક એ થાય છે. સોરઠી કદાચ પુરાણાઃ ને અપભ્રંશ નહિ, પણ સૌરાષ્ટ્રમ મંડલમ)ને હશે. કારણ કે, તદ્ધિત પ્રત્યય લગાડવાથી બનેલે સંસ્કૃત બી નિયમિત રીતે પ્રાકૃત ઓ થી બતાવાય છે. કાઠિયાવાડના ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેકટર રાવસાહેબ ગેપાલજી એસ. દેસાઈ સૂચવે છે કે, ભસંત એ સેરઠ પ્રાંતમાં જૂનાગઢના નવાબના તાબાનું હાલનું ભેસાણ ગામ હશે. સૌરાષ્ટ્રને, વલભી રાજાઓ સાથેના સંબંધ વિશે હિવેનસેંગ પણ કહે છે કે “આ દેશ વલભી રાજ્યના તાબામાં છે.” તારીખમાં, વર્ષ સંવત્ ૩૧૦ અને માસ આશ્વયુજ આપેલાં છે. દિવસ, “બહુપ, એટલે બહુ (લપક્ષ), વદ ૫,” અથવા “બ ૧૫, વદ ૧૫ વંચાય છે. કારણું આ પતરાં પ૨ ‘’ અને ૧૦ ની નિશાની બહ મળતી આવે છે. * ઈ. એ. કે. ૬ ૫. ૧૨-૧૩ જી બ્યુહર "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy