________________
નિં૨૨ વલભી દાનપત્રનું ગેપનાથમાંથી મળેલું પહેલું પતરું
પહેલું પતરું
પ્રોફેસર મ્યુહરને કાઠિવાડના ડેચુટી એજયુકેશનલ ઇનસ્પેકટર રાવ બહાદુર ગોપાલજી એસ. દેસાઈ તરફથી મળેલી એક કાગળની છાપેલ પ્રત, જે તેમની કૃપાદૃષ્ટિથી મને પ્રાપ્ત થઈ તેના ઉપરથી નીચે આપેલું અધૂરૂં વલભી દાનપત્ર મેં પ્રસિદ્ધ કર્યું છે. જે પતરા ઉપરથી તે છાપ લેવાઈ હતી તે ગોપનાથમાંથી મળ્યું હતું, અને તેનું માપ ૧૪૪૦” છે. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે તે પતરું સંભાળપૂર્વક રાખેલું નથી. અને પહેલી તથા છેલ્લી પંક્તિના બધા તથા બીજી લગભગ બધી પંક્તિઓને બન્ને છેલના અક્ષર ડેક અંશે નાશ પામ્યા છે.
દાનપત્ર ઉપર તારીખ વલભીમાંથી નાખેલી છે. વલભીનાં બીજાં બધાં દાનપત્રો માફક આ દાનપત્રમાં પણ પ્રથમ બે પતરાંઓ હશે. પહેલા પતરાંને છેડે બે કાણુઓ ઉપરથી સાબિત થાય છે કે બીનું પતરું તે સાથે કહ્યું હશે તે નાશ પામ્યું છે. અને તે સાથે તેની તારીખ, દાનના પાત્રનું નામ, દાન આપનારાઓનાં નામ તથા દાનમાં આપેલી વસ્તુઓનાં નામે પણ નાશ થયો છે, સાચવી રાખેલું પહેલું પતરું, પ્રસિદ્ધ થયેલા અન્ય વલભી દાનપત્રોનાં પહેલાં પતરાંએ સાથે સરખાવવાથી અમુક હદમાં તેની તારીખ ચિક્કસ કરી શકાશે. આપણા પહેલા પતરામાં, મુહસેન અને તે પછીના ઉત્તરકાલીન વલભી રાજાઓની વંશાવળી આપેલી છે. તેમાં ધરસેન ૭ જાનું વર્ણન અધુરું રહે છે. આ વર્ણનની એકાદ પક્તિ ખવાયેલ પતરાં ઉપર હેવી જોઈએ. દેરભટના એક પુત્રનું આ દાનપત્ર હોઈ શકે નહીં, કારણુ કે વલભી સંવત્ ૩૩૭ નાં ખરગ્રહ ૨ જાનાં દાનપત્રનાં પહેલાં પતરાંમાં ધરસેન ૪ થા સુધી વંશાવળી આપી છે. તેથી આ દાનપત્ર ધરસેન ૩ જા અથવા ધ્રુવસેન ૪ થા અથવા ધરસેન ૪ થાએ જાહેર કર્યું હશે. આ અનુમાનને નીચેની બાબતથી વધારે ટેકે મળે છે. ધ્રુવસેન ૨ જાનાં વ. સં. ૩૧૦ નાં દાનપત્રોનાં તથા ધરસેન ૪ થાનાં વ. સં. ૩૩૦૨ નાં દાનપત્રોનાં પહેલાં પતરાંએ પણ ખરેખર આપણા પહેલા પતરાની જગ્યાએથી જ ભાંગી ગયાં છે, જ્યારે ધરસેન ૪ થાનાં વ. સં. ૩૨૬ ના એક બીજા દાનપત્રના પહેલા પતરામાં વંશાવળીની લગભગ અઢી (૨) પંકિતઓ વધારે છે.
લિપિ ધવસેન ૨ જા અને ધરસેન ૪ ધાનાં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રની લિપિને પૂરેપૂરી મળતી આવે છે
ઈ. એ. . ર ૫, ૧૪૮ ઈ, હુશે. ૧ છે, મ્યુચ્છેરે પ્રસિદ્ધ કરેલું છે. જુઓ ઈ, એ. કે. ૭ પા. ૭૬. ૧ પ્ર. બુરહરે પ્રસિદ્ધ કર્યા છે. જુએ, ઈ, એ. જે. ૬ ૫-૧૨ અને છે. ૭પ. ૭૩, ૩ છે. ભાન્ડારકરે પ્રસિદ્ધ કરેલું છે. જી, ઈ, એ. જે. ૧૫, ૧૪,
"Aho Shrut Gyanam"