________________
નં. ૧ ધરસેન ૩જાનાં ભાવનગરમાંથી મળેલાં તામ્રપ
ગુ. સ. ૩૦૪ માઘ. સ. ૭ આ પતરાંઓ સંબંધી છે. બી. કે. ઠાકરે માહિતી આપી હતી અને તે ભાવનગરના દાણાના વેપારી દીપસંગ કાનજીના કબજામાં હતાં. પતરાં બે છે અને તેમાં ધરસેન ૩જનું પૂરું દાનપત્ર છે. તેઓ ૧૨ ઈંચ લાંબાં અને ૮ ઈંચ પહોળાં છે અને પહેલામાં ર૪ અને બીજામાં ૨૦ પંક્તિઓ છે.
ખરતના દીકરા ધરસેન ૩ જાએ ખેટક પ્રદ્વારમાં લશ્કરી મુકામ હતા ત્યાંથી દાન આપેલું છે. શરૂઆતમાં ભટાર્કથી માંડીને ધરસેન ૩ જા સુધીના વંશના રાજાઓનું વર્ણન છે અને તે ધ્રુવ સેનના સં. ૩૧૦ ના દાનની સાથે લગભગ મળતું આવે છે. - જેને દાન મળ્યું તે બ્રાહ્મણ વિષ્ણુયશસને દીકરો મિત્ર શસ નામે હતે. તે આત્રેય ગોત્રને, અથર્વવેદી અને હસ્તવને રહેવાસી હતા.
તેને નીચે પ્રમાણે દાન આપવામાં આવેલું હતું. (૧) સુરાષ્ટ્ર વિષયમાં હસ્તવમ આહારમાં અમકરકપ ગામમાં ૧૦૦ પાદાવ જમીન; (૨) કાલાપક પથકમાં ડભક ગામમાં એક ખેતર, (૩) તેજ ગામમાં ૧૮ પારાવર્ત માપવાળી વાવ(૪) શિરવટક સ્થલીમાં હસ્વિછૂક ગામમાં ઉદબન(?) પદાવર્ત જમીન
રાજકુમાર શીલાદિત્ય દતક તરીકે આપેલ છે અને સુલેહ તથા લડાઈ ખાતાના અધિકારી વત્રભટ્રિએ લખેલ છે.
દાનની તિથિ ગુ. વ. સં. ૩૦૪ ના માઘ સુ. ૭ છે.
આની ઐતિહાસિક ઉપયોગિતા એ છે કે શીલાદિત્યની છેલીમાં છેલ્લી સાલ ર૯ર અને ધ્રુવસેન ૨ જાની હેલામાં વહેલી સાલ ૩૧૦ વચ્ચેની એક પણ સાલ મળી નથી. વળી આ બે સજમાની વચ્ચે ખરગ્રહ અને ધરસેન ૩ જો એમ બે રાજાઓએ રાજ્ય કર્યું હતું, પણ તેમાંથી કોઈને દાનપત્ર અત્યાર સુધી મળ્યું ન હતું. આ દાનપત્રથી તેથી સં. ૨૯૨ અને ૩૦ વચ્ચે ગાળે અમુક અંશે યુકે થાય છે.
સુરાષ્ટ્ર (અત્યારનું કાઠિયાવાડ) હસ્તવમ (ભાવનગર સ્ટેટમાંનું હાથબ ) અને પ્રતાપક (હાલનું કાઠિયાવાડની નૈઋય કે આવેલું કાળાવડ), બે ત્રણ સિવાય બીજી જગ્યાઓનાં નામ મળતાં નથી.
*
. મ્યુ. પી. ઈ. સ. ૧૯૨૫-૧૬ ૫, ૧૪ ડી. બી. દીસલકર
"Aho Shrut Gyanam"