________________
તું
શીલાદિત્ય ( ઉર્ફે ધર્માદિત્ય ) ૧ લાનાં તામ્રપા
આ બે પતરાંએને બધી માજુએ થૈડું નુકશાન થયું છે. દરેક પતરાનું કડી માટેનું જમણી બાજીનું કાણું ચોખ્ખું દેખાય છે. સહુથી વધારે નુકશાન દાનનું વર્ષ બતાવનારા ભાગને થયું છે, ઉપલી આજીમાં થોડા અક્ષર ઝાંખા થઇ ગયા છે. પરંતુ જેટલા અક્ષર સ્પષ્ટ છે તેટલા મહુ સંભાળપૂર્વક અને સુંઢર રીતે કેર્યાં છે. શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રો સાધારણ રીતે લખાણુની ભૂલ વગરનાં છે. તેથી આ દાનમાં પશુ લખાણુની અને કેતરકામની ભૂલ ચિત જ છે.
તરાંએ લગભગ ૧૧૮” માપનાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિએ અને બીજામાં ૨૭ પંક્તિઓ લખેલી છે,
જે સ્થળેથી દાન આપ્યું હતું તે સ્થળનાં નામવાળા ભાગ ભાંગી ગયા છે. તેવી જ રીતે રાજાનું ખુદ નામ જે ભાગમાં હતું તે ભાગ ભાંગી ગયા છે. પલુ તેના બીજાં નામને થોડા ભાગ ૧૯ મી પંક્તિમાં જશુય છે.
આ એક ઔદ્ધ દાન છે. અને તે વર્ણાકદ્રના વતલમાં દાન આપનાર રાજાએ પેાતે બંધાવેલા વિહારને માપ્યું છે, આ રાજાના સં. ૨૮૬ના એક બીજા દાનપત્રમાં આ જ વિહાર ખવાયૈ છે. પરંતુ તેમાં તે અંધાવનાર રાજાનું નામ આપ્યું નથી.
વિહારને દાનમાં એ ગામાં આવ્યાં છે. તેમાંનું એક, વ્યાધ્રતિજ્ઞાનક નામનું, સરક પ્રદેશમાં આપ્યું હતું. ખીજા ગામનું નામ, તથા જે પ્રદેશમાં તે આવેલું હતું તેનું નામ વાંચી શકાતું નથી.
તક ખરગ્રહ છે. લેખકનું નામ નાશ પામ્યું છે. પરંતુ તેને લગાડેલાં વિશેષા, જે રક્ષિત છે તેપરથી તથા તે રાજાનાં બીજાં દાને પરથી તે સંધિવિગ્રહાધિકૃત તથા મુખ્ય મંત્રી વાટ્ટિ હાવા જોઈએ, એમ કહી શકાય.
ભાંગી ગયેલા ભાગ સાથે દાનનાં વર્ષ તથા માસ નાશ પામ્યાં છે. પણ પખવાડીયું રક્ષિત છે. આ દાનને દૂતક, ખરગ્રડું સં.ર૯૦ નાં દાનપત્રમાં આવે છે, પણ સ. ૧૮૬ ના દાનપત્રામાં આવતા નથી. આ ઉપરથી દાનપત્રનું વર્ષે અકળ નક્કી કરી શકાય. તેથી આ શીલાદિત્યનાં અંતના વખતનાં દાનપત્રોમાંનુ” એક છે,
આ દાનનું ખાસ મહત્ત્વ એ છે કે ફક્ત આના ઉપરથી જ આપણને જાણવામાં આવે છે કે શીલાદિત્યે પેાતે એક બૌદ્ધવિહાર બંધાયે હતા. આથી જગાય છે કે તેણે ઉત્તરાવસ્થામાં, શુદ્ધસેનની માફ્ક, બૌદ્ધધર્મ સ્વીકાર્યો હતે. ( ઇં. અ. વ. ૫, પા. ૨૦૬ )
જ. ભૈ, મા, શ, એ. સ. ન્યુ, સી. વે, ૧ ૧ ૩૨ શ બી. વિસ્ફસર
"Aho Shrut Gyanam"