________________
નં. ૫૪
શલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્યના સંવત્ ૨૮૬ ના
એક દાનપત્રનું બીજું પતરૂ
સંવત ૨૮૬ શ્રાવણ વદિ ૭ આ પતરું મને વળામાં મળ્યું ત્યારે તેના પર જાડાં પિડાં બાઝેલાં હતાં, અને બહુ ચેડા અક્ષર વાંચી શકાતા હતા. પરંત આકચેલેજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી તેને દરેક અક્ષર સહેલાઈથી વાંચી શકાય. પતરાની સપાટી ઉપર અસંખ્ય ન્હાનાં કાણાઓ પડેલાં છે, અને બન્ને બાજુઓને, ખાસ કરીને ડાબી બાજુના નીચેના ખુણને ઘણું નુકશાન થયું છે. પતરાની ઉપલી કેર તથા ઉપલા ભાગનાં બે કડીઓ માટેનાં કાણુઓ સુરક્ષિત છે.
પતરાએ આશરે ૧૪૭ માપનાં છે, અને લખાણ ૧૫ પંક્તિઓનું છે. અક્ષર પ્રમાણમાં મેટા કદના છે, અને ચાખા ઊંડા તથા સંભાળપૂર્વક કતરેલા છે. તેથી લેખમાં વ્યાકરણની ભૂલે ઓછી છે.
વલભીનાં દાનપત્રનાં બીજાં પતરાંમાં દાન આપનાર રાજાનું નામ હોતું નથી. પરંતુ સંવત ર૮ ઉપરથી અનુમાન કરી શકાય કે દાન આપનાર, શીલાદિત્ય ૧ ધર્માદિત્ય, છે. તેનાં તેજ વર્ષનાં ત્રણ દાન પ્રસિદ્ધ થઈ ચૂકયાં છે.
આ દાન લેનાર વિષ્ણકટમાં આવેલા બૌદ્ધ મઠ છે. આ મઠ, તે જ રાજાના(નં ૮ નીચેનામાં) જણાવ્યા પ્રમાણેના બીજા દાનપત્ર પરથી જણાય છે તેમ, શીલાદિય ૧ એ પોતે જ બંધાવ્યા હતા.
દુભાંગે, દાનમાં આપેલી મિલ્કતનું વર્ણન છેવાઈ ગયું છે, પરંતુ તે કલાપક(૧)પથકમાં આવી હશે, એવું જણાય છે.
તે જ વર્ષમાં જાહેર કરેલાં બીજાં દાનપ પ્રમાણે આને દતક પણ ભટ્ટ આદિત્યયશસ છે. લેખકનું નામ દેખાતું નથી, પરંતુ તે જ વર્ષમાં કાઢેલાં તે જ રાજાનાં બીજાં દાનપત્રને લેખક સંધિવિગ્રહાધિકત-દિવિરપતિ વત્રભક્ટિ આ દાનપત્રને પણ લેખક હોવો જોઈએ.
૧ જર્નલ. બે. બ્રા છે. એ. સે. ન્યુ. સી. જે. ૧ પા. ર૬ ડી, બી, દિલકર
"Aho Shrut Gyanam"